મુંબઈની એક હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવાના પ્રકરણમાં મુંબઈ પોલીસે ગુજરાતના વાપીથી 2 શકમંદો ઉઠાવી લીધા છે. આરોપીઑએ હોટલ માલિકો પાસેથી કરોડો રુપિયાની ખંડણીની માંગણી કરી હતી. આ મામલે પોલીસે તપાસના તાર ગુજરાત સુધી લંબાવી SOG પોલીસની મદદથી મુંબઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જેને લઇને પોલીસે ઊંડી તપાસ હાથ ધરી આ મામલ અન્ય કોઈ આરોપીઑ સંકોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં મુંબઇની એક એક મોટી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અજાણ્યા વ્યક્તિએ મુંબઈની લલિત હોટલમાં બોમ્બ રાખવાની વાત કરી તેને ડિફ્યુઝ કરવા બદલ 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ પછી ફોન કરનારે બોમ્બ ડિફ્યુઝ કરવા માટે હોટલ પ્રશાસન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. હોટેલે આ અંગે પોલીસને જાણ કરી હતી. તે જ સમયે પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને કંઈ મળ્યું ન હતું, જે પછી સહાર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.