Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

સરકારની E85 ઇંધણ નીતિ અંગે વિચારણા : વાહનમાં એન્જિન સ્ટ્રક્ચર પણ બદલાશે

dharmendravaghela by dharmendravaghela
2026-04-22 12:28:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ભારતે

ઈંધણના ક્ષેત્રમાં એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી દેશમાં

20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર સીધું E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ

તૈયાર કરી રહી છે. આ નવા બદલાવનો અર્થ એ છે કે હવે ગાડીઓમાં પેટ્રોલ ઓછું અને ઈથેનોલનું

પ્રમાણ વધારે હશે. અહેવાલો મુજબ, સરકાર ટૂંક સમયમાં E85 ફ્યુલ અંગેના નિયમો જાહેર કરી શકે છે,

જેના પર આંતરિક સંમતિ બની ચૂકી છે અને પ્રાથમિક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું

છે.

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90% ઓઇલ આયાત કરે છે, જે દેશની તિજોરી પર મોટો બોજ

નાખે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઓઇલ સંકટ ગંભીર બન્યું છે ત્યારે ઈથેનોલ બ્લન્ડિંગ

એ દેશ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ પણ અગાઉ નોંધ્યું હતું કે એક દાયકા

પહેલા પેટ્રોલમાં માત્ર 1-2% ઈથેનોલ ભેળવવામાં આવતું હતું, જે હવે 20% સુધી પહોંચ્યું છે. આ

ફેરફારને કારણે વાર્ષિક આશરે સાડા ચાર કરોડ બેરલ જેટલું ઓઇલ ઓછું ઈમ્પોર્ટ કરવું પડે છે. ઈથેનોલ

ખાસ કરીને શેરડી, મકાઈ અને અનાજમાંથી બનાવવામાં આવે છે, જે રિન્યુએબલ હોવાની સાથે પ્રદૂષણ

પણ ઘટાડે છે અને તેનાથી સીધો ફાયદો દેશના ખેડૂતોને થશે.

E85 ફ્યુલનો ઉપયોગ સામાન્ય એન્જિન ધરાવતી ગાડીઓમાં કરી શકાશે નહીં. આ માટે ખાસ પ્રકારના

‘ફ્લેક્સ-ફ્યુલ વ્હીકલ'(FFV) એન્જિનની જરૂર પડશે. સામાન્ય એન્જિનમાં જો વધુ પડતા ઈથેનોલવાળું

ઈંધણ વાપરવામાં આવે તો એન્જિનના પાર્ટ્સ ખરાબ થવાની અને પરફોર્મન્સ ઘટવાની શક્યતા રહેલી

છે. આથી જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત વાહન ઉત્પાદક કંપનીઓને ફ્લેક્સ ફ્યુલ એન્જિન

બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.

Tags: ethonolindiapetrol E85
Previous Post

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

Next Post

ભાવનગરમાં ગુજસીટોકના ગુનામાં બે વર્ષથી ફરાર વસીમ મહેબુબભાઇ ખોખર ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો
આંતરરાષ્ટ્રીય

અવધિ પૂરી થાય તે પહેલ અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત

April 22, 2026
Next Post

ભાવનગરમાં ગુજસીટોકના ગુનામાં બે વર્ષથી ફરાર વસીમ મહેબુબભાઇ ખોખર ઝડપાયો

સિહોર તાલુકાના નેસડા ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.