બૉલીવુડનાં ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર સાવન કુમાર ટાકનું 86 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેમને હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ હતી અને લાંબા સમયથી બીમાર પણ હતા. 24 ઓગસ્ટનાં રોજ તકલીફ વધ્યા બાદ તેમને મુંબઈનાં કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અહીં જ તેમને અંતિમ શ્વાસો લીધા.
સાવન કુમાર ટાકના ભત્રીજા અને પંજાબી ફિલ્મ પ્રોડ્યુસર નવીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે સાવનજીને ગઇકાલે સાંજેલગભગ સવા ચાર વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો અને મલ્ટિપલ ઓર્ગન ફેલિયરને કારણે તેમનું મૃત્યુ થયું છે. સાવન કુમાર ટાક જીવનભર કુંવારા રહ્યા હતા. તેમણે લગ્ન ન હોતા કર્યા. પરિવારમાં તેમના ઉપરાંત 3 બહેનો અને એક ભાઈ છે. ટાકે પોતાની કરિયરની શરૂઆત એક ફિલ્મ ડાયરેક્ટર તરીકે કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી હતી અને એક ગીતકાર તરીકે પણ કામ કર્યું હતું. એક જૂના ઇન્ટરવ્યૂમાં સાવને જણાવ્યું હતું કે તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘નૈનિહાલ’ 25 હજાર રૂપિયા ઉધાર લઈને બનાવી હતી. આ ઉધાર તેમણે પરિવારના જ એક સદસ્ય પાસેથી લીધો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 1965માં તેઓ મુંબઈ આવ્યા હતા. અહીં 2-3 સ્ટુડિયોમાં તેમણે કિસ્મત અજમાવી, પરંતુ ક્યાંય તક મળી નહીં. ત્યાર બાદ તેમણે ખુદ કંઇ કરવાનો નિર્ણય લીધો. પોતાની બહેન પાસેથી 25 હજાર રૂપિયા ઉધાર માંગ્યા. બહેને તો ના પાડી દીધી હતી. તેમની પાસે આઇડિયા તો પહેલાથી જ હતો. આ પ્રકારે તેમણે કરિયરની શરૂઆત કરી હતી.