Thursday, June 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

ઈરાની સેનાની એક ટીમ ખેતીની જમીન પર વિખરાયેલા ન ફાટેલા બોમ્બ અને દારૂગોળો હટાવવાનું કામ કરી રહી હતી તે દરમિયાન સર્જાઈ દુર્ઘટના

dharmendravaghela by dharmendravaghela
2026-05-02 11:47:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં એક

ભયાનક દુર્ઘટના ઘટી છે. ‘ઓર્ડનન્સ ક્લિયરન્સ’ એટલે કે જીવંત બોમ્બ અને દારૂગોળાને હટાવવાના

મિશન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઈરાની સેના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના 14 જવાનોના

મોત નીપજ્યા છે.

ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં આવેલા જંજાન પ્રાંતમાં આ અકસ્માત સર્જાયો હતો. ઈરાની સેનાની એક ટીમ

ખેતીની જમીન પર વિખરાયેલા ન ફાટેલા બોમ્બ અને દારૂગોળો હટાવવાનું કામ કરી રહી હતી. આ

દરમિયાન અચાનક એક વિસ્ફોટ થતા 14 જવાનોના મોત થયા અને 2 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

થયા છે. આ વિસ્તારમાં અંદાજે 1200 હેક્ટર ખેતીની જમીન પર આવા જોખમી જીવંત બોમ્બ ફેલાયેલા

છે.
દુર્ઘટના વચ્ચે ઈરાની સેનાએ અમેરિકા સામે આકરા પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

તેમણે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ પ્રશાસન હવે ‘દુનિયાની ઊર્જા કાબૂમાં રાખવા’ ને બદલે ‘બાધા નાખવાની’

(Interruption) નીતિ પર ઉતરી આવ્યું છે. હોર્મુઝની ખાડીની નાકાબંધીનો હેતુ ચીન, રશિયા અને

યુરોપને રોકવાનો છે, જે યોજના 20 દિવસમાં જ નિષ્ફળ ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ કર્યું

છે કે તેઓ ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનના નેતૃત્વમાં ભારે

વિખવાદ છે અને ત્યાં 3 થી 4 અલગ-અલગ જૂથો છે જે અલગ-અલગ દિશામાં ખેંચાઈ રહ્યા છે, જેના

કારણે સમજૂતીમાં મુશ્કેલી પડી રહી છે. જોકે ટ્રમ્પે સ્વીકાર્યું કે ઈરાનના તમામ જૂથો કોઈને કોઈ પ્રકારની

સમજૂતી ઈચ્છે છે, પણ હાલની સ્થિતિ જોતા શાંતિની રાહ હજુ પણ ઘણી મુશ્કેલ જણાય છે.

Tags: 14 soldier dieblastIran
Previous Post

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

Next Post

ભાવનગરના ટોપ-થ્રી સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પોલીસ દોડી ગઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર આસપાસ અપડેટ : દેશ અને દુનિયાના આજના મુખ્ય સમાચારો

June 18, 2026
હિમાચલ પ્રદેશમાં બોલેરો વાહન ખીણમાં પડી જતા સાત લોકોના ઘટના સ્થળે મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં બોલેરો વાહન ખીણમાં પડી જતા સાત લોકોના ઘટના સ્થળે મોત

June 18, 2026
Next Post

ભાવનગરના ટોપ-થ્રી સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પોલીસ દોડી ગઈ

તળાજામાં વૃધ્ધ દંપતીની હત્યાના ગુનામાં પુત્ર-પુત્રવધુ અને બે ભાડુતી હત્યારાની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.