Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

બે બાઇક વચ્ચે અકસ્માત થતા બચાવવા માટે દોડી ગયેલા લોકો ઉપર કાર ફરી વળી

dharmendravaghela by dharmendravaghela
2026-05-04 11:59:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાંથી એક અત્યંત કરુણ ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે.જલાલપુર-અકબરપુર માર્ગ પર અશરફપુર ભુઆ ગામ પાસે મોડી રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. આ ઘટનાની સૌથી દુઃખદ બાબત એ છે કે, મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના એવા હતા જેઓ રસ્તા પર પડેલા ઘાયલ બાઇક સવારોની મદદ કરવા માટે ત્યાં એકઠા થયા હતા. મદદે ગયેલા લોકોને ક્યાં ખબર હતી કે આજે તેમને કાળ ભરખી જશે!
મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે લગભગ 12:00 વાગ્યે બે મોટરસાઇકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બાઇક સવારો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યા હતા. માનવતાના નાતે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તુરંત તેમની મદદ માટે દોડી આવ્યા હતા. જ્યારે લોકો ઘાયલોની મદદ કરી રહ્યાં હતા ત્યારે જ એક પુરપાટ ઝડપે આવી રહેલી સ્વીફ્ટ ડિઝાયર કાર કાળ બનીને આવી હતી. કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા ભીડને કચડી નાખી હતી અને ત્યારબાદ કાર ઉંડા ખાડામાં જઈ ખાબકી હતી.

મૃતકોની ઓળખ અને પોલીસ કાર્યવાહી

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ પહોંચતા સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 ગંભીર ઘાયલોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઉત્તમ (રહે. સેમરા, કટકા) 25 વર્ષીય આદિત્ય ( રહે. જૈના, સમ્મનપુર), 14 વર્ષીય છોટુ ઉર્ફે દિવ્યાંશ (રહે. જૈના, સમ્મનપુર), 32 વર્ષીય રાજુ ગુપ્તા (રહે. સિકંદરપુર, સમ્મનપુર), 24 વર્ષીય લાલચંદ (રહે. પટ્ટી મોઈન, જલાલપુર) અને 32 વર્ષીય કેફે ( રહે. સૈદાપુર)નું મોત થયું છે. આ મૃતકોના મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

Tags: accidentdeathup
Previous Post

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો
તાજા સમાચાર

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

May 4, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ

May 4, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.