Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવવાના શરૂ : બંગાળમાં ટીએમસીને મોટો ફટકો : તમિલનાડુમાં વિજયની પાર્ટીની ઐતિહાસિક વિજયકૂચ

dharmendravaghela by dharmendravaghela
2026-05-04 11:54:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે.. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે, મમતા બેનરજીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તે તમામ ઇવીએમ ખુલ્યા બાદ જ સામે આવશે.

પાંચ રાજ્યોમાં યોજાયેલ ચૂંટણીના પરિણામના પ્રારંભિક વલણો જાહેર થયા છે તેમાં પ.બંગાળમાં કુલ 293 પૈકી ભાજપ 152 બેઠક પર આગળ છે તો મમતાની ટીએમસી 115 બેઠક પર લીડ ધરાવે છે.

આસામની કુલ 126 બેઠક પૈકી ભાજપ 95 બેઠક પર આગળ છે, અને બહુમતીને પાર થયો છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 27 બેઠક પર આગળ છે.

તમિલનાડુની કુલ 234 બેઠકો પૈકી વિજયની પાર્ટી ટીવીકેએ સૌને ચોંકાવ્યા છે. હાલમાં ટીવીકે 103 બેઠક, ડીએમકે 50, એઆઈએડીએમકે 77 તથા અન્ય એક બેઠક પર આગળ છે.

પુડ્ડુચેરી વિધાનસભાની કુલ 30 બેઠકો પૈકી 23 બેઠકના વલણ સામે આવ્યા છે જેમાં ભાજપ ગઠબંધન 13, કોંગ્રેસ 6 અને અન્ય 4 બેઠક પર આગળ છે.

તમિલનાડુમાં 234 માંથી 214 બેઠકના વલણ સામે આવ્યા છે. જેમાં સત્તાધારી ડીએમકે ગઠબંધન પછડાટ ખાઈ ગયું છે. એઆઈએડીએમકે પાર્ટી 68 તો ટીવીકે 98 બેઠક પર લીડ મેળવી રહ્યું છે. વિજયની પાર્ટી ટીએમકે પહેલીવાર ચૂંટણી લડી રહી હતી. જે હવે એકલા હાથે પણ સત્તામાં આવવા સક્ષમ બનતી દેખાય છે. જ્યારે ડીએમકેના હાથમાં ફક્ત 47 બેઠક પર જ લીડ બચી છે.
આસામમાં 126 બેઠકોમાંથી 111 બેઠકોના વલણો જાહેર થઇ ગયા છે. તેમાં વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી સફળતા મેળવી છે, જ્યાં તે બહુમતી માટે જરૂરી આંકડાથી આગળ નીકળીને 85 બેઠકો પર સરસાઈ ધરાવે છે. બીજી તરફ, કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન હાલમાં માત્ર 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના આંકડા મુજબ અન્ય કોઈ પક્ષ કે ઉમેદવારનું ખાતું પણ ખુલતું જણાતું નથી.

વલણોમાં વિજયની પાર્ટી ટીવીકેએ દમદાર પરફોર્મ કરતાં 76 બેઠક પર લીડ મેળવી લીધી છે. 234 બેઠકોમાંથી 176 બેઠકોના વલણો અત્યાર સુધી જાહેર થયા છે. જેમાંથી ડીએમકે પાસે હાલ 66 બેઠક પર જ લીડ છે. જ્યારે એઆઈએડીએમકે 35 બેઠક પર અને અન્યના ખાતામાં 0 બેઠક પર લીડ દેખાઈ રહી છે.

ચૂંટણી પંચની વેબસાઈટ પરના આંકડા મુજબ કેરલ વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ 50 બેઠકો પર આગળ હતી, સીપીઆઈ(એમ) 31 બેઠકો પર, આઈયુએમએલ 17 બેઠકો પર, સીપીઆઈ 13 બેઠકો પર, કેરળ કોંગ્રેસ (એમ) 4 બેઠકો પર આગળ હતી, અને ભાજપ, કેરળ કોંગ્રેસ (કેઈસી) અને રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (આરએસપી) 3-3 બેઠકો પર આગળ હતી.

ચૂંટણી પંચના તાજેતરના વલણો અંગે પૂછવામાં આવતા રાજ્ય કોંગ્રેસના પ્રમુખ સની જોસેફે જણાવ્યું કે , ” લોક વિરોધી નીતિઓને કારણે LDF ગઠબંધન હારી રહ્યું છે.”

ગુજરાતની ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ પણ આજે જ આવી રહ્યા છે. 3 રાઉન્ડના અંતે ભાજપ આગળ દેખાઈ રહ્યો છે. ભાજપને હાલમાં 6000 વોટની લીડ મળી રહી છે.

પશ્ચિમ બંગાળમાં વિજય સરઘસ કાઢવા ચૂંટણી પંચનો પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં સોમવારે મતગણના કે વચ્ચેની ચૂંટણીઓ કડક રીતે નિર્દેશિત છે. કોને સાફ કરી દીધું છે કે રાજ્યમાં પણ જીત કા જશ્ન મનને માટે રેલિયન્સની મંજૂરી નહીં મળે. મુખ્ય અધિકારી (CEO) ઓફિસના એક વરિષ્ઠ અધિકારીને તે માહિતી દી.
ચૂંટણી પંચના વિશેષ પર્યવેક્ષક સુબ્રત ગુપ્તા ને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આજે પરિણામ જાહેર થશે પછી કોઈ પણ આશાવારની જીત પર જુલૂસ અથવા રૈલી પરિણામની મંજૂરી નથી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પગલું-કાયદા-વ્યવસ્થા જાળવી રાખવા અને કોઈ પણ સંભવિત તણાવને બાંધવા માટે ઉઠાવવામાં આવ્યો છે.

Tags: bjp leadindiamamatawest bengal
Previous Post

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

Next Post

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો
તાજા સમાચાર

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

May 4, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ

May 4, 2026
Next Post
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.