Wednesday, May 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાની માફક મહિલાને મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચા

બંગાળમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવી મહત્વની જવાબદારી

dharmendravaghela by dharmendravaghela
2026-05-06 11:32:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આગામી 9 મે, શનિવારના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. જોકે, હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં જોરશોરથી અટકળો ચાલી રહી છે કે ભાજપ બંગાળમાં કોઈ મહિલાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપીને સૌને ચોંકાવી શકે છે. બીજી તરફ, મમતા બેનરજીને સતત બે વાર હરાવનારા શુભેન્દુ અધિકારીને આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

ભાજપ તરફથી મહિલા મુખ્યમંત્રીની પસંદગી થાય તો તેમાં અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલીના નામ મોખરે છે. આસનસોલ દક્ષિણ બેઠક પરથી 40,839 મતોની સરસાઈથી જીતનાર અગ્નિમિત્રા પોલ અગાઉ જાણીતા ફેશન ડિઝાઇનર હતા અને હાલ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ છે.

બીજી તરફ, ‘મહાભારત’માં દ્રૌપદીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલા રૂપા ગાંગુલીએ પણ સોનારપુર દક્ષિણ બેઠક પરથી 35 હજારથી વધુ મતોથી વિજય મેળવ્યો છે. રૂપા ગાંગુલી રાજ્યસભાના સાંસદ તરીકે પણ અનુભવ ધરાવે છે, જે તેમની દાવેદારીને મજબૂત બનાવે છે.

મુખ્યમંત્રી પદ માટે માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ કેટલાક દિગ્ગજ પુરુષ નેતાઓના નામ પણ ચર્ચામાં છે. નંદીગ્રામ અને ભવાનીપુર જેવી હાઈપ્રોફાઈલ બેઠકો પર વિજય મેળવનાર શુભેન્દુ અધિકારીને દિલ્હી બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્ય, પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને RSSનો જાણીતો ચહેરો ગણાતા ઉત્પલ મહારાજના નામ પર પણ વિચારણા થઈ શકે છે. પક્ષના ધારાસભ્યોના નેતાની પસંદગી માટે હાઈકમાન્ડ ટૂંક સમયમાં બેઠક યોજશે.

બંગાળમાં વિધાયક દળના નેતાની પસંદગી માટે ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓ બંગાળના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા કરીને મુખ્યમંત્રીના નામ પર આખરી મહોર મારશે. આગામી એક-બે દિવસમાં પીએમ મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠક બાદ બંગાળના નવા મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉચકાશે.

Tags: bjp bengalCmindia
Previous Post

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

May 6, 2026
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ
તાજા સમાચાર

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

May 6, 2026
પાકિસ્તાનમાં 2 બોમ્બ બ્લાસ્ટ; 8ના મોત
તાજા સમાચાર

પંજાબના જલંધરમાં આવેલ બીએસએફ હેડકવાર્ટરની બહાર મોટો વિસ્ફોટ

May 6, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.