એશિયા કપમાં રોહિત શર્માની સેનાએ દમદાર પ્રદર્શન કરી હરીફ પાકિસ્તાનને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ટૂર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી છે. એશિયા કપ-2022માં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પાકિસ્તાને સામે ભારતે 5 વિકેટે જીત મેળવી વિશ્વકપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. ટોસ જીતીને ભારતે પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની ટીમ 147 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 19.4 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી.