સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની એક મિશનરી સ્કૂલના સંચાલક અને એક શિક્ષક પર સગીર વયની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નાનકડા સંપ્રદેશમાં સ્કૂલના સંચાલક એવા વાઇસ પ્રિન્સિપાલ સાથે શાળાના એક શિક્ષકે દુષ્કર્મ કરવાની ફરિયાદની જાણ થતાં જ સમગ્ર પ્રદેશમાં સંનસની મચી ગઈ છે. ઘટનાની ગંભીતા જોતા દાદરા નગર હવેલી પોલીસે આરોપી સ્કૂલ સંચાલક અને વાઇસ પ્રિન્સિપાલ માઈકલ નુંન્સની સાથે શાળાના શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સેલવાસ પોલીસે આરોપીઓ વિરુધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ મિશનરી સ્કૂલના સંચાલક અને શિક્ષકે વિદ્યાર્થીની પર આચરેલા દુષ્કર્મની વાતને લઈ સમગ્ર પ્રદેશમાં લોકોમાં રોષ વ્યાપો છે. બનાવને ગંભીરતાથી લઈ દાદરા નગર હવેલીના ડેપ્યુટી કલેક્ટરે આગળનો આદેશ ન આવે ત્યાં સુધી શાળાને બંધ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. આમ આ નાનકડા પ્રદેશની ચકચારિત ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં સનસની મચી ગઈ છે.
બનાવની વિગત મુજબ, દાદરા નગર હવેલીના સામરવરણી વિસ્તારમાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ નામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આ શાળાના સંચાલક અને વાઈસ પ્રિન્સિપાલ એવા માઈકલ નુંન્સ અને શાળાના શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટા નામના શિક્ષક વિરુધ દુષ્કર્મ ની ફરિયાદ દાખલ કરી છે. વિદ્યાર્થી એ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓ દ્વારા અવારનવાર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથે જ આરોપીઓએ વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતનો પણ ઉલ્લેખ ફરિયાદમાં થતા દાદરા નગર હવેલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી છે.