આજના આધુનિક યુગમાં સંબંધોની પરિભાષા જ બદલાઈ ગઈ છે. જે માતા ચાર સંતાનોને પાળીપોષી ને મોટી કરતી હોય છે. તે માતા વૃદ્ધાવસ્થાના અંતિમ પાડવામાં હોય છે ત્યારે આ ચાર દીકરામાંથી એક પણ દીકરો માતાને બે કોળિયા પણ ખવડાવવા તૈયાર હોતા નથી. આ જ પ્રકારની ઘટના વલસાડ જિલ્લાના કપરાડામાં જોવા મળી છે. છેલ્લા છ મહિનાથી પેરાલિસિસથી પિડાતી માતાએ દીકરા પાસે ખાવાનું માગતા ઉશ્કેરાયેલા કપાતર દીકરાએ માતાનું ઢીમ ઢાળી લીધું છે.
સતીશ ચવધરી નામના આ વ્યક્તિએ જે કૃત્ય કર્યું છે તે જાણીને સૌ કોઈ તેને ધિક્કારી રહ્યા છે. સતીશ ચવધરી કપરાડાના આંબા જંગલ ગામમાં રહે છે. ગઈકાલે સાંજે સતીશ ચવધરીએ તેની માતા સાળી બેન ચવધરીની હત્યા કરી નાખી હતી. જંગલ ગામે રહેતા સાળીબેન ચવધરીની હત્યા થઈ જતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાને લઈને કપરાડા પોલીસનો કાફલો આંબા ગામે પહોંચ્યો હતો અને પોલીસે હત્યારા પુત્ર સતીશની ધરપકડ કરી લીધી હતી.
માતા સાળીબેન ચવધરીએ એક ટંકનું ખાવાનું સતીશ પાસે માંગતા ઉશ્કેરાયેલ દીકરાએ આ હત્યાને અંજામ આપ્યો છે. 72 વર્ષીય માતા સાળી બેન ચવધરી છેલ્લા છ મહિનાથી પેરાલિસિસથી પીડાતા હતા અને પથારીવસ માતાની સારવાર તેનો દીકરો સતીશ અને પુત્ર વધુ કરી રહ્યા હતા. બનાવના દિવસે સતીશની પત્ની બહારગામ ગઈ હતી. જેથી જમવામાં મોડું થયું હતું. માતાએ પુત્રને ઠપકો આપતા ઉશ્કેરાયેલા સતીસે બાજુમાં પડેલા લાકડા વડે માથા પર હુમલો કર્યો હતો. માથાના ભાગે લાકડાના ફટકાથી હુમલો થતાં લોહીલુહાણ હાલતમાં માતા ત્યાં ઢળી પડી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાને લઈને કપરાડા પોલીસે આરોપી સતીશની ધરપકડ કરી લીધી છે.