કર્ણાટક હાઈકોર્ટ દ્વારા જમીન પર ગણેશ ચતુર્થીના ઉત્સવની મંજૂરી મળ્યા બાદ અધિકારીઓને નિર્ણયને યથાવત રાખતા હુબલી-ધારવાડમાં ઈદગાહ મેદાનમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટે હુબલીમાં ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થી અનુષ્ઠાનની મંજૂરી આપનારા સરકારી આદેશને પડકાર આપતી અરજી પર મોડી રાતે 10 વાગ્યે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ અશોક એસ કિનાગીએ ચુકાદો આપ્યો હતો.
આ અગાઉ મંગળવારે આ મામલા પર સુનાવણી કરતા હાઈકોર્ટમાં હુબલી ધાડવાડના મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈદગાહ મેદાનમાં ત્રણ દિવસના ગૌરી ગણેશની પૂજા માટે મંજૂરી આપવાના નિર્ણયને યોગ્ય માન્યું હતું. બેંગલુરુની ઈદગાહ મેદાન મામલા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હુબલીની અંજૂમને ઈસ્લામ સંસ્થા ફરી એક વાર હાઈકોર્ટમાં પહોંચી હતી. જસ્ટિસ અશોક એક કિનાગીની ચેમ્બરમાં અરજી પર સુનાવણી થઈ અને કોર્ટે દલીલ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું હતું કે, ઈદગાહવાળી જમીનને લઈને કોઈ વિવાદ નથી. સરકાર તરફથી દલીલ આપવામાં આવી હતી કે, સંપત્તિ વાવદિત છે. આ દલીલને કોર્ટે ફગાવી દીધી હતી.