કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો ઊભા કર્યા છે. તેમણે બુધવારે કહ્યું કે, નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી માટે એ જરૂરી છે કે, પાર્ટીની મતદાર યાદી પાર્ટીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે. આ અગાઉ પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી સત્તાના પ્રમુખ મધુસુદન મિસ્ત્રીએ કહ્યું હતું કે, અધ્યક્ષની ચૂંટણી કરનારી પ્રતિનિધિઓની યાદી પ્રદેશ કોંગ્રેસ કમિટિના કાર્યાલયમાં રહેશે અને જે ચૂંટણી લડશે, તેમને તે આપવામાં આવશે.
લોકસભા સભ્ય મનીષ તિવારીએ કહ્યું કે, આવું તો ક્લબની ચૂંટણીમાં પણ નથી થતું. તેમણે ટ્વિટ કરીને કર્યું કે, મધુસુદન મિસ્ત્રીજીને પુરા સન્માન સાથે પુછવા માગુ છું કે, મતદાર યાદીને સાર્વજનિક રીતે જાહેર કર્યા વિના નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કેવી રીતે થઈ શકે ? નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના આધાર પર જ પ્રતિનિધિઓના નામ અને સરનામા કોંગ્રેસની વેબસાઈટ પર પારદર્શી રીતે પ્રકાશિત થવા જોઈએ.