પંજાબની એક કોર્ટે વિધાનસભાના સ્પિકર અને આમ આદમી પાર્ટીના નેતા કુલતાર સિંહ સંઘવાન, બે કેબિનટ મંત્રી ગુરમીત સિંહ મીત હેયર અને લાલજીત સિંહ ભુલ્લર સહિત નવ લોકો વિરુદ્ધ બિનજામીન વોરંટ જાહેર કર્યું છે. અમૃતસર અને તરનતારનમાં ઓગસ્ટ 2020માં ધરણા દરમિયાન આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. મંગળવારે આ મામલાને લઈને કોર્ટમાં તેઓ હાજર થયા નહોતા, જે બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
ઓગસ્ટ 2020માં અમૃતસર અને તરનતારનના સરહદી જિલ્લામાં ઝેરી દારુના કારણે કેટલાય લોકોના મોત થઈ ગયા છે તે સમયે કુલતાર સિંહ સંઘવાનની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ વિરોધમાં ધરણા કર્યા હતા. તે સમયે કુલતાર સિંહ સહિત કેટલાય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.
આ વર્ષે માર્ચ મહિનામા ંકુલતાર સિંહ સંઘવાને પંજાબની 117 સભ્યોવાળી વિધાનસભામાં સ્પિકર તરીકે ચુંટવામાં આવ્યા હતા. કુલતાર સિંહના દાદા અને જ્ઞાન જૈલ સિંહ સગા ભાઈ છે. 1994માં જ્ઞાની જેલ સિંહના નિધન બાદ પરિવારમાંથી રાજકારણ પૌત્ર કુલતાર સિંહે આગળ વધાર્યું હતું. આમ આદમી પાર્ટીને રાજ્યમાં સત્તા સુધી પહોંચાડવામાં કુલતાર સિંહનો મોટો ફાળો છે.