બે વર્ષ બાદ અંબાજીના મેળો વિશેષ બની રહે તે માટે તંત્રએ અલગ-અલગ પ્લોટ ફાળવણીમાં થીમ સિસ્ટમ લાવવામાં આવી છે. અંબાજી મેળામાં પ્લોટ પર નવી થીમ અને મંદિરની રોશની ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રસાદી, ખાવા-પીવાના સ્ટોલ તેમજ અન્ય સ્ટોલ માટે અલગ-અલગ કલર પસંદ કરવામાં આવ્યા છે. તેમજ અંબાજી, ગબ્બર સહિત શહેરને લાઈટથી સજ્જ કરવામાં આવશે. સાથે સેવાભાવી સંગઠનો દ્વારા સેવા કેમ્પ બાંધવાની કામગીરી શરૂ દેવામાં આવી છે. જેમાં પાણી, ચા-નાસ્તા તેમજ જમવા સુધીની તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. સંઘની નોંધણી 1500 કરતા 25 લાખ કરતા વધુ ભક્તોનો ધસારો રહેવાની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની પણ તૈયારી કરી દેવામાં આવી છે.
પ્રસાદ માટે લાલ કલર ખાવા પીવાના સ્ટોલ માટે લીલો કલર અન્ય સ્ટોલ માટે પીળો કલર તેમજ તંત્ર ના સ્ટોલ માટે બ્લ્યુ કલર રહેશે . જેનાથી માતાજીના ભક્તો ને વિશેષ સવલતો રહેશે અંબાજી તેમજ ગબબર ની સાથે શહેરની લાઈટ મુખ્ય આકર્ષક નું કેન્દ્ર બનશે તંત્ર એ આ વખતે મેળો યાદગાર બની રહે તે માટે અનેક નવા આયોજન કર્યુ છે જે ભક્તો માટે સુલભ સાબિત થશે. બીજી તરફ અનેક સેવાભાવી સંગઠન તેમજ અનેક લોકો દ્રારા સેવા કેમ્પ માટે કેમ્પ બાંધવાની શરૂઆત કરી દીધી છે જેમાં પાણી ચા નાસ્તો દવા જમવાની વ્યવસ્થા તેમજ આરામ માટે ના અલગ અલગ કેમ્પ બાધવાની શરૂઆત થઈ છે આ વર્ષે ઓનલાઈન સંઘ ની નોંધણી પણ 1500 કરતા વધુ થતા અંદાજે 25 લાખ કરતા વધુ ભક્તો માં ના ચરણો માં આવે એવી શક્યતા જોવાઇ રહી છે બીજી તરફ જિલ્લાનું પોલીસ તંત્ર વહીવટીતંત્ર ની સાથે સેવા કરનાર માં ના ભક્તો પણ યુદ્ધ ના ધોરણે માં ના ભક્તો ને આવકારવા તૈયાર છે જે મેલા ની ઝાખી માં વધારો કરશે.