ગુરુવારે દિલ્હીમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્પાઈસ જેટની એક ફ્લાઈટને મધ્ય હવામાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામીના કારણે દિલ્હી પરત ફરવું પડ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ આ ફ્લાઈટે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. સ્પાઈસજેટ B737 ફ્લાઈટ SG 8363 એ આજે સવારે 6:54 વાગ્યે દિલ્હીથી નાસિક માટે ટેકઓફ કર્યું હતું. પરંતુ મધ્ય એરમાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામી સર્જાતા ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
ગુરુવારે સવારે દિલ્હીથી નાશિક જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને ઓટો પાયલટની ખામીને કારણે અડધે રસ્તે પરત ફરવું પડ્યું હતું. આ માહિતી ઉડ્ડયન નિયમનકાર DGCA દ્વારા આપવામાં આવી છે. DGCA દ્વારા કહેવામાં આવ્યું છે કે, સ્પાઈસ જેટના બોઈંગ 737 એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે.ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટ વીટી-એસએલપી જે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટ SG-8363 ઓટો પાયલટની ખામીને કારણે પરત ફરવું પડ્યું હતું.