ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ ઝડપાયું હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે એકવાર ફરી અમદાવાદમાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે રૂ. 18 લાખના 890 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. શાહરૂખ પઠાણ નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જોકે આ મામલે હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે શક્ય છે કે, પોલીસ તપાસમાં MD ડ્રગ્સને લઇને ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ અમદાવાદમાંથી ક્રાઈમ બ્રાન્ચે રૂ. 28 લાખના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઑની પૂછપરછમાં એક શખ્સ પોલીસનો બાતમીદાર રહી ચૂક્યો હોવાનો અને લોકડાઉનમાં ધંધો બંધ થઇ જતાં ડ્રગ્સના કાળો કારોબારમાં ધકેલાયો હોવાનો ચોંકાવનારા ખુલાસા થયા હતા.