રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને છોડાવવા મ્યુ. કોર્પોરેશનની ખાસ ટીમો દરરોજ કામગીરી કરે છે. નાઇટ શિફટમાં પણ આ કામગીરી ચાલુ હોય છે. દરમિયાન વહેલી સવારે ભાવનગર રોડ અમુલ સર્કલ નજીક ઢોર પકડ પાર્ટી (પશુ રંજાડ અંકુશ શાખા)ના બે કર્મચારી ઢોર પકડવાની ટ્રોલી સાથેના વાહનમાં બેસીને જતાં હતાં ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો સ્પીડબ્રેકર પાસે આ વાહન ધીમુ પડતાં બંને કર્મચારીની આંખમાં જલદ સ્પ્રે છાંટીને ભાગી ગયા હતાં. જેમાં એક શખ્સે બુકાની બાંધેલી હતી. આ બે કર્મચારીના વાહનની પાછળ મ્યુ. કોર્પોરેશનની વિજીલન્સ શાખા, બીજા અધિકારીઓ સહિતનો સ્ટાફ, હથીયાર સ્ટાફ પણ અન્ય વાહનમાં હતો. આમ છતાં બાઇકસ્વાર શખ્સો સ્પ્રે છાંટીને ભાગી ગયા હતાં.