ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્યમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો નથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા જ ત્રિપાંખિયો જંગ જોવા મળશે.રાજકારણ સમીકરણો પણ બદલાવવાના એંધાણ છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું જ શાસન છે. યુવાવર્ગમાં આજે પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ જોવા મળી રહી છે .પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન ગેરંટી યોજના આપી રહ્યા છે. આ મફતની રાજનીતી કેવી અસર કરે છે એ પણ જોવા જેવું રહેશે. ટાઇમ્સ નાઉ અને નવભારતના સર્વે મુજબ આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો જાતિ-ધર્મ નહીં પરંતુ મોંઘવારી અને બેરોજગારી છે.
ઇટીજીના સાથે બે મીડિયા ટાઇમ્સ નાઉ અને નવભારતે એક સર્વે ગુજરાત વિધાસભાની ચૂંટણી પહેલા કરાવ્યો છે જેમા ચોકાવનારી માહિતી સામે આવી છે.સર્વે એજન્સી ઇટીજી રિસર્ચે આ સર્વે માટે સેમ્પલ સાઈઝ લીધી છે તે 4540 છે. આ સર્વેમાં રેડમ કોલિંગ અને લોકો વચ્ચે જઈને તેમના મત લેવાની મેથોડોલોજી અપનાવી છે. આ સર્વેનો એ સવાલ જેમાં સીટનું પ્રોજેક્શન થવાનું છે એની સેમ્પલ સાઈઝ 18500ની છે.
સર્વે મુજબ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સર્વે મુજબ, હાલ ગુજરાતમાં ચૂંટણી યોજાય તો ભાજપની સરકાર બની શકે છે. જ્યારે આ પછી કોંગ્રેસને 39થી 44 બેઠક મળી શકે છે. જ્યારે AAPને 13થી 18 વચ્ચે બેઠક મળી શકે છે અને અન્યને 2થી 4 બેઠકો મળી શકે છે. સર્વે મુજબ,ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જાતિ-ધર્મથી વધુ મોટો મુદ્દો મોંઘવારી રહેશે. આગામી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારી (49 ટકા), ત્યાર બાદ બેરોજગારી (26 ટકા), વિકાસ (14 ટકા) અને જાતિ-ઘર્મ (11 ટકા) રહેશે.
જો આ તમામ સમીકરણો પર ધ્યાન આપીએ તો કોંગ્રેસની વોટ બેંકને આમ આદમી પાર્ટી તોડી શકે છે. તેવામાં હવે 2017માં જેવી રીતે સમીકરણો હતા એને જોતા ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ભાજપ માટે રસાકસી ભર્યો પણ થઈ શકે છે. તો બીજી બાજુ કોંગ્રેસને મોટાભાગની બેઠકો હાથમાંથી સરકી શકે છે