ભાદરવા મહિનાની ગણેશ ચોથના દિવસે તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે પૂજન વિધિ અને અભિષેક કરી બાવન ગજની ધજા પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ર્નિમળાબા ઉનડબાપુના હસ્તે પરંપરા મુજબ ચડાવવામા આવેલ હતી. આ સમયે ત્યાં વર્ષોથી ચાલી આવતા પરંપરા મુજબ ખુબ માનવ મેદની એકત્રિત થાય છે ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળો પણ યોજાય છે.
વર્ષોથી આ મંદિરની પરંપરા મુજબ પ.પૂ.વિસામણબાપુ દ્વારા તરણેતર ત્રિનેત્રેશ્વર મંદિરે પોતાની પાઘડી છોડી અને ધજા બાંધેલી ત્યારથી આજ સુધી પાળીયાદ વિહળધામ જગ્યાનાના મહંતના હસ્તે પૂજનવિધિ અને અભિષેક કર્યા બાદ બાવન ગજની ધજા ચડાવવામા આવે છે અને પછીજ મેળાની શરૂઆત થાય છે. આ કાર્યક્રમમા સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ તેમજ થાન અને ચોટીલા તાલુકાના પદાધિકારીઓ હાજર રહેલ હતા.