કોરોના મહામારીના બે વર્ષ બાદ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવની વિવિધ મંડળો દ્વારા ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભાવિકોનો ઉત્સાહ પણ અવિરત દેખાઈ રહ્યો છે બે દિવસથી શરૂ થયેલા ગણેશ મહોત્સવમાં દરરોજ સવાર – સાંજ આરતી સહિત દર્શનમાં ભાવિકો ઉમટી રહ્યા છે. જ્યારે સાંજના સમયે થતી આરતીમાં તો ભાવિકોનો મહેરામણ ઉમટી રહ્યો છે ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે શહેરના ક્રેસન્ટ, ઘોઘાસર્કલ, રૂપાણી, કાળીયાબીડ, ભરતનગર, પાનવાડી, કણબીવાડ સહિતના વિસ્તારોમાં ગણેશ ઉત્સવના ભવ્ય આયોજનો કરાયા છે.
ગઈકાલે સાંજે રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ ગણપતિદાદાના દર્શને પહોંચ્યા હતા જ્યાં તેમણે ગણેશજીની આરતીનો પણ લાભ લીધો હતો. આમ ભાવનગરમાં ઉત્સાહભેર ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. (તસવીર : મૌલિક સોની)