ભાવનગર, તા.૨
શહેરના નિર્મળનગર ખાતે આવેલ હીરા બજારમાં એક વેપારી સાથે અસલી હીરાનું પેકેટ બદલાવી નકલી હીરાનું પેકેટ આપી છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા નિલમબાગ પો.સ્ટે.માં જાણ કરાતા તુરંત જ નિલમબાગ પો.સ્ટે.ના પી.આઇ., એ.એસ.પી. સફીન હસન સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલાની જાણકારી મેળવી હતી. આ બનાવની જાણ થતા હીરાના વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે વધુ વિગતની રાહ જાેવાઇ રહી છે.
હિરાબજારમાં ૭૦ લાખ ઉપરાંતના હિરાની થયેલી છેતરપીંડીના મામલે સમગ્ર હિરાબજારમાં ચકચાર મચી જવા પામી છે. અને નિર્મળનગર ખાતે વેપારીઓ એકઠા થઈ ગયા છે.