ભાવનગરનું લીલા ગ્રૂપ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગેકૂચ કરી રહ્યું છે. આ લીલા ગુપના સીઈઓ (હોસ્પિટાલિટી) નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક થઈ છે.
નીરવ ઓઝા, સ્વ.અક્ષયભાઇ ઓઝા (અગ્રગણ્ય વિદ્વાન વકીલ)ના પુત્ર છે અને હોટેલ મેનેજમેંટના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ આગળનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિવિધ દેશોમાં બહોળા અનુભવ મેળવી, અમદાવાદ આવી પોતાની કર્મભૂમિ બનાવી છે. ગુજરાત ચેમબર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની હોટેલ અને હોસ્પિટાલિટી કમિટી મેમ્બર્સની મીટીંગમાં નીરવ ઓઝાએ અગ્રણી કમિટી મેમ્બર્સ તરીકે ભાગ લઈ,પોતાના મંતવ્યો અને આગવા વિચારોનું આદાન પ્રદાન કરેલ. વધુમાં હોટેલ અને હોસ્પિટાલિટી વ્યવસાય અનુસંધાન વિવિધ પ્રશ્નો, આગામી વિકાસ લક્ષી કર્યો અને વિશેષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દરમ્યાન રૂબરૂ મિટિંગ્સ અને અન્ય આયોજન અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ખાસ ચર્ચા કરી આયોજન કરેલ.
નીરવ ઓઝા ચેમ્બર ઉપરાંત કોર્પોરેટ કનેક્શન, છૈંઝ્રઇ તથા ત્નઈ્ઇર્ં (જાપાનીઝ એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) પ્રતિષ્ઠિત આંતરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ સભ્યપદ ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરનું લીલા ગ્રુપ ભાવનગર ખાતે સરોવર પોર્ટિકો અને અમદાવાદ ખાતે તાજ વિવાંતા હોટેલની માલિકી ધરાવે છે. નજીકના સમયમાં દેશના વિવિધ સ્થળો ઉપર વધુ હોટેલ અને રિસોર્ટ બાંધવા માટે લીલા ગ્રૂપ ઝડપથી આગળ વધી રહ્યું છે.