Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસ છોડી જવા ઇચ્છતા આગેવાનો અને કાર્યકરો પર કોઈ દબાણ નહીં : મમતા બેનર્જી

ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી હવે સંગઠનને નવા સ્તરેથી બેઠું કરવાની કવાયતમાં લાગી ગયા

dharmendravaghela by dharmendravaghela
2026-05-16 12:00:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ અને વર્ષો પછી સૌથી મોટા રાજકીય ઝટકાનો

સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી હવે સંગઠનને નવા સ્તરેથી બેઠું કરવાની

કવાયતમાં લાગી ગયા છે. કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને મમતા બેનરજીએ ચૂંટણી

લડનારા પક્ષના તમામ ઉમેદવારો સાથે એક મહત્ત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્ટીના

રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પણ હાજર રહ્યા હતા. હાર બાદ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક

વિખવાદ અને નેતાઓના પક્ષપલટાની અટકળો વચ્ચે મમતા બેનરજીએ સ્પષ્ટ કરી દીધું છે કે જેઓ પાર્ટી

છોડવા માંગે છે, તેઓ જવા માટે સંપૂર્ણ આઝાદ છે.પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેઠકમાં

મમતા બેનરજીએ નેતાઓના પક્ષપલટાના અહેવાલો પર ખુલ્લીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,

‘જે લોકો બીજી પાર્ટીઓમાં જઈ રહ્યા છે, તેમને જવા દો. હું સંગઠનને ફરીથી નવેસરથી ઊભું કરીશ. જે

લોકો મારી સાથે રહી રહ્યા છે, તેમને મારી વિનંતી છે કે જે પણ પાર્ટી ઑફિસને નુકસાન થયું છે તેને

ફરીથી સરખી કરો, તેના પર રંગ-રોગાન કરો અને તેને ફરીથી શરૂ કરો. જો જરૂર પડશે તો હું પોતે પણ

એ ઑફિસને પેઇન્ટ કરીશ, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં.’ આ અગાઉ 5 મેના રોજ ચૂંટણી

પરિણામોના બીજા દિવસે પણ તેમણે આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે તેઓ કોઈને પણ પાર્ટીમાં

જબરદસ્તીથી રોકી રાખવામાં વિશ્વાસ નથી ધરાવતા.
શનિવારની આ સમીક્ષા બેઠક બાદ ટીએમસીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’પર નેતાઓની

તસવીરો શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ‘આજે અમારા માનનીય ચેરપર્સન

મમતા બેનરજી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીએ કાલીઘાટ ખાતે તમામ ઉમેદવારો સાથે

મુલાકાત કરી છે. આ એવા નેતાઓ છે જેમણે અકલ્પનીય અત્યાચારો અને સતત મળતી ધમકીઓ છતાં

અદભુત હિંમત સાથે ચૂંટણી લડી છે. તૃણમૂલ કોંગ્રેસ એક પરિવારની જેમ એકજૂથ થઈને ઊભી છે. જેમણે

જનતાનો જનાદેશ લૂંટ્યો છે, તેમની સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ અને અંતે જીત હંમેશા સત્યની જ

થશે.’તાજેતરમાં સંપન્ન થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ગઢ સંપૂર્ણપણે ધરાશાયી

થઈ ગયો છે અને પાર્ટી સત્તા પરથી સીધી વિપક્ષની બેંચ પર આવી ગઈ છે. રાજ્યની કુલ 294

વિધાનસભા બેઠકોમાંથી ટીએમસી માત્ર 80 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. પાર્ટીએ 291 બેઠકો પર

પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે 3 બેઠકો તેના સહયોગી પક્ષ બીજીપીએમ (BGPM)ને

આપી હતી. ચૂંટણી લડનારા 291 ઉમેદવારોમાંથી 211 ઉમેદવારો પોતાની બેઠક હારી ગયા છે, જેમાં

મમતા સરકારના કેટલાય દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ સામેલ છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો આંચકો ખુદ મમતા બેનરજીને લાગ્યો છે, જેઓ પોતાના ગઢ ગણાતી

ભવાનીપુર બેઠક પરથી જ ચૂંટણી હારી ગયા છે. આ કારમી હારની સમીક્ષા વચ્ચે ટીએમસીએ ફરી

એકવાર ચૂંટણીના પરિણામો સામે સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનરજીએ યોજાયેલી બેઠકમાં ગંભીર

આક્ષેપ લગાવતા કહ્યું કે, જનતાના જનાદેશને સદંતર રીતે ‘લૂંટવામાં’ અને ‘ચોરવામાં’ આવ્યો છે. મમતા

બેનરજી પક્ષને ફરી બેઠો કરવા માટે હવે નવી વ્યૂહનીતિ સાથે આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.

Tags: bengalmamata banerjeeTMC
Previous Post

ભારત – નેપાળ સરહદ મામલે બાલેન સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની રોક

Next Post

ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં રિક્ષાચાલકે સિટી બસમાં તોડફોડ કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

July 3, 2026
Next Post
ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં રિક્ષાચાલકે સિટી બસમાં તોડફોડ કરી

ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં રિક્ષાચાલકે સિટી બસમાં તોડફોડ કરી

ભાવનગરમાં સિટી બસના ડ્રાઈવર પર હુમલો અને તોડફોડના વિરોધમાં સિટી બસની હડતાલ

ભાવનગરમાં સિટી બસના ડ્રાઈવર પર હુમલો અને તોડફોડના વિરોધમાં સિટી બસની હડતાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.