કોરોના સામે ભારત બાયોટેકની ઈન્ટ્રાનેજલ વેકસીનને ડ્રગ ઓથોરીટીએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી અને નાકે થી અપાનાર દેશની તે પ્રથમ વેકસીન બની ગઈ છે તથા 18 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના સામે ઈમરજન્સી ઉપયોગ માટે આ વેકસીન ઉપયોગી બનશે. ભારત બાયોટેક દ્વારા આ વેકસીન તૈયાર કરવામાં આવી છે અને તેના ડોઝ અંગે હવે જાહેરાત કરવામાં આવશે.