સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, ખડસલિયા જી.ભાવનગર ખાતે સાયબર ક્રાઈમ બ્રાન્ચ, ભાવનગરના ઉપક્રમે”સાયબર અવેરનેસ કાર્યક્રમ. તા.૭ના યોજાઈ ગયો.
ભાવનગર જિલ્લાના ખડસલિયા ખાતે આવેલ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ, ભાવનગર દ્વારા આયોજિત સાયબર અવેરનેસ માટે કાર્યક્રમ યોજાયો. જેમાં સાયબર ક્રાઈમ શુ છે ? કેવા પ્રકારે ક્રાઈમ થાય છે અને તેનાથી બચવા કેવા તકેદારીના પગલાંઓ લેવા જાેઈએ તેની જાણકારી ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરળ શૈલીમાં ગોવિંદભાઇ ભેટારિયા દ્વારા વિસ્તૃત રીતે આપવામાં આવી. તદુપરાંત વિધાર્થીઓને પ્રશ્નોત્તરી કરીને ગમત સાથે જ્ઞાન પીરસવાના પ્રયત્નરૂપે સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓને ગોવિંદભાઇ ભેટારિયા તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જે સરાહનીય છે. સ્ટાફ તેમજ આચાર્યની પ્રેરક ઉપસ્થિતિ રહી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય વંદનાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.