મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બી.એ. વિભાગના મનોવિજ્ઞાન વિષય સાથે અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા માઈન્ડ ક્લબ અંતર્ગત આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો.
આજની પરિસ્થિતિ વણસેલી છે. આજના સમયમાં દરેક વ્યક્તિ તણાવમાં રહે છે. ઘરેલું સમસ્યા, આર્થિક, સામાજિક, શૈક્ષણિક ભારને કારણે વ્યક્તિ સતત તણાવમાં રહેતો હોય છે આથી તે આત્મહત્ય કરવાનો પહેલો વિચાર કરે છે. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા સામાજિક ઉત્થાનના ભાગરૂપે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા આત્મહત્યાના વિચારને અટકાવવા માટે નૃત્ય નાટિકા તૈયાર કરવામાં આવી છે. અને શહેરની વિવિધ શાળાઓમાં આ નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવશે.