હાલ ગુજરાત સહિત દેશભરમાં IT વિભાગે તવાઈ બોલાવી છે. નાના-નાના રાજકીય પક્ષો પર IT વિભાગે સકંજો કસ્યો છે. અમદાવાદમાં અનેક સ્થળો પર IT વિભાગનું ચેકિંગ શરૂ છે.
અમદાવાદમાં આજે ત્રીજા દિવસે પણ IT વિભાગની રેડ યથાવત ચાલી રહી છે. ત્યારે શહેરના મેઘાણીનગરમાં GGP પ્રમુખ નટવરસિંહ ઠાકોરના ઘરે IT વિભાગે રેડ પાડી છે. સતત 3 દિવસથી IT વિભાગના અધિકારી દ્વારા GGP પ્રમુખના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, નાના રાજકીય પક્ષો ચેકથી ફંડ લઈને રોકડમાં પરત કરતા હોવા મામલે IT વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
IT વિભાગ દ્વારા સતત ત્રણ દિવસથી રાજ્યમાં દરોડા યથાવત રીતે ચાલી રહ્યાં છે. સિલ્વર ઓક યુનિવર્સિટી અને ગોલ્ડમાઈન સિક્યુરિટીમાં સતત ત્રીજા દિવસે પણ દરોડા યથાવત છે. ત્યારે આ દરોડામાં બોગસ બિલિંગના અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. આ IT દરોડામાં કેટલાક CA પણ ઝપેટમાં આવ્યા છે. IT વિભાગે આ દરોડામાં 10થી વધુ લોકરો સીલ કર્યા છે તો 2 કરોડની રોકડ રકમ પણ જપ્ત કરી છે.