Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ બાદ બાબ અલ મંદેબ પણ બંધ કરી દઈશું, ઈરાનની ધમકીથી દુનિયાભરના શ્વાસ થયા અધ્ધર

બાબ-અલ-મંદેબ જળમાર્ગ પર દબાણ વધારવાની ચાલ, દુનિયાભરમાં મોંઘવારી વધવાની ચિંતા ઘેરી બની

dharmendravaghela by dharmendravaghela
2026-06-09 11:57:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે સંપૂર્ણપણે કાબૂ બહાર જઈ ચૂક્યો છે. એપ્રિલ મહિનાના યુદ્ધવિરામ બાદ તેહરાનથી થયેલા સીધા મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલે ઈરાન પર ‘શક્તિશાળી વળતો પ્રહાર’કરી દીધો છે. ઈઝરાયલના આ આકરા સૈન્ય એક્શન બાદ હવે ઈરાન તરફથી વિશ્વને હચમચાવી દેનારી આંતરરાષ્ટ્રીય ધમકી ઉચ્ચારવામાં આવી છે, જેના કારણે વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જવાનો ખતરો પેદા થયો છે.
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી CNN ના અહેવાલ મુજબ, ઈરાનના વરિષ્ઠ નેતા અલી વિલાયતીએ વર્તમાન પરિસ્થિતિ અંગે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, “હાલના સંજોગો જોઈને દુશ્મને કોઈ પણ પ્રકારની ગેરસમજમાં રહેવાની જરૂર નથી.” તેમણે ઈઝરાયલને સ્પષ્ટ સંદેશ આપતા ધમકી આપી છે કે હવે તેની પાસે માત્ર બે જ રસ્તા બચ્યા છે; કાં તો તે પોતાની બેવકૂફી (સૈન્ય હુમલા) તાત્કાલિક બંધ કરે અથવા તો એવા ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહે જ્યાં વિશ્વના બે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર તેને સણસણતો અને સંતુલિત જવાબ મળી શકે
વ્યૂહાત્મક અને સૈન્ય નિષ્ણાતોના મતે, અલી વિલાયતીનો ઈશારો સીધો જ વૈશ્વિક દરિયાઈ પરિવહન અને વેપારી જહાજોની અવરજવર પર દબાણ વધારવા તરફ છે. ઈરાન હવે યમનમાં સક્રિય પોતાના સમર્થિત ‘હૂતી’ લડવૈયાઓનો ઉપયોગ કરીને ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ જળમાર્ગને નિશાન બનાવી શકે છે. આ એ જ મહત્વપૂર્ણ સમુદ્રી રસ્તો છે જે યમન, જિબૂતી અને ઇરિટ્રિયા વચ્ચે આવેલો છે અને યુરોપ, એશિયા તેમજ આરબ દેશો વચ્ચેના કરોડો અબજોના વ્યાપાર માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે.
જો ઈરાન અને હૂતી લડવૈયાઓ દ્વારા આ દરિયાઈ માર્ગો પર જહાજોની અવરજવર રોકવામાં આવે અથવા તેમના પર હુમલા તેજ કરાય, તો તેની સીધી અને વિનાશક અસર વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન પર પડશે. તેલ પુરવઠો ખોરવાઈ જવાથી ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે અને મોંઘવારીનો નવો વિસ્ફોટ થવાની ચિંતા જગતના અર્થશાસ્ત્રીઓને સતાવી રહી છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર એ વાત પર ટકેલી છે કે ઈઝરાયેલના આ પલટવાર અને ઈરાનની નવી આર્થિક-સૈન્ય ધમકી બાદ સુપરપાવર અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સમયમાં શું પગલું ભરે છે.

Tags: hormuziran us war
Previous Post

અમેરિકામાં AIને કારણે રેકોર્ડ છટણી, ટેક સેક્ટર થયો સૌથી વધુ પ્રભાવિત 5 મહિનામાં 87700 નોકરીઓ ઘટી, મે મહિનામાં માત્ર ટેક સેક્ટરમાં જ 38,242 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી

Next Post

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા
તાજા સમાચાર

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

July 24, 2026
ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો
તાજા સમાચાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

July 24, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભારતમાં દર એક કલાકે માર્ગ અકસ્માતમાં ૨૧ લોકોના મોત

July 24, 2026
Next Post
બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી

સટ્ટાકીય આકર્ષણ વધતાં સોના-ચાંદીમાં ભારે ઉછાળો

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ તૂટ્યા ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.