Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું

મુંબઈમાં રાતભર જોરદાર વરસાદ પડતા સાકીનાકા, બાંદ્રા, સાયન, અંધેરી વેસ્ટ અને બોરીવલી ઈસ્ટ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા : લોકલ ટ્રેન સેવાને પણ થઈ અસર

dharmendravaghela by dharmendravaghela
2026-06-24 11:45:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મુંબઈ અને ઉપનગરોમાં મંગળવાર રાતથી જ પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે અનેક ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આગામી કેટલાક કલાકો મુંબઈગરાઓ માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે. સાકીનાકા, બાંદ્રા, સાયન, અંધેરી વેસ્ટ અને બોરીવલી ઈસ્ટ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. જોકે, મેઘરાજાના આ ધમાકેદાર કમબેકને કારણે ગરમી અને ઉકળાટથી પરેશાન મુંબઈગરાએ રાહતનો શ્વાસ લીધો છે.
મળતી માહિતી અનુસાર મંગળવાર રાતથી મુંબઈ અને ઉપનગરોમાં મેઘરાજાએ તોફાની હાજરી પૂરાવી છે. મુશળધાર વરસાદને કારણે અનેક ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાકીનાકા, બાંદ્રા, સાયન, અંધેરી વેસ્ટ અને બોરીવલી ઈસ્ટ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. અંધેરી વેસ્ટ અને ગાંધી માર્કેટમાં વહેલી સવારથી જ ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાને કારણે ઘણા વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા હતા, જેને ટ્રાફિક પોલીસ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ પાણી ભરાવાને કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેથી મુંબઈ તરફ આવતો અને થાણે તરફ જતો વાહનવ્યવહાર ખૂબ ધીમો પડી ગયો છે. થાણેમાં આનંદ નગર નાકા પાસે એક મોટું ઝાડ ધરાશાયી થવાને કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી છે, જ્યારે અન્ય એક જગ્યાએ ઝાડ પડવાથી પાંચ વાહનોને નુકસાન થયું છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો પર પણ આ વરસાદની સીધી અસર જોવા મળી રહી છે.
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનના સંચાલનમાં પણ વિક્ષેપ થયો છે. મધ્ય, પશ્ચિમ અને હાર્બર ત્રણેય લાઈન પર લોકલ ટ્રેનો પોતાની નિયમિત ગતિ કરતા ધીમી ચાલી રહી છે, અને જો વરસાદ આવો જ ચાલુ રહેશે તો લોકલ સેવાઓ વધુ ખોરવાઈ શકે છે, એવી ભીતી પણ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકો સુધી મુંબઈ શહેર, ઉપનગરો અને પાલઘર જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે અને કલાકના 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ મુંબઈના દરિયામાં સવારે 8:25 વાગ્યે મોટી ભરતી એટલે કે હાઈ ટાઈડ હોવાથી, જો આ સમયે પણ ભારે વરસાદ ચાલુ રહેશે તો મુંબઈમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ જ કારણે પ્રશાસન દ્વારા લોકોને વગર કામે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

 

Tags: rain in mumbai
Previous Post

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા તળિયે

Next Post

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.