Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મુસ્લીમ સમાજના મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ૩૪ સહિત જીલ્લામાં ૧૨૮ તાજીયા કાલે પડમાં આવશે

શુક્રવારે આસુરાના દિવસે ભાવનગર નજીકના ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરવામાં આંવશે.

dharmendravaghela by dharmendravaghela
2026-06-24 12:42:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઈમામહુસૈન રદી.અલ્લાહો આલા અનહો અને જાનિસાર સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી સહાદતની યાદમાં તા. ૨૫ અને ૨૬ બે દિવસ મનાવવામાં આવશે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના જુદા જુદા મુસ્લીમ વિસ્તારોમાંથી ૩૪ જેટલા તેમજ જીલ્લા ભરમાથી કુલ ૧૨૮ જેટલા કલાત્મક અને આકર્ષક તાજીયા જુલુસ નિકળશે જેમાં ખાસ કરીને તારીખ ૨૫ને ગુરૂવારે મોડી સાંજે તમામ તાજીયા પડમાં આવશે અને તેના રાબેતા મુજબના રુટ ઉપર ગોઠવવામાં આવશે જ્યારે મોડી રાત્રે તમામ તાજીયા તેના રાબેતા રૂટ ઉપર સરઘસ આકારે આખી રાત ફરશે ત્યારબાદ તાજીયા તેના તખ્ત ઉપર ગોઠવશે તેમજ ૨૬ને શુક્રવારે આશુરાના દિવસે સાંજે ફરીવાર તમામ તાજીયા તેના રાબેતા રૂટ ઉપર સરઘસ આકારે ફરશે અને રાત્રે ૧૦ કલાકે તાજીયા ટાઢા કરાશે. ભાવનગર નજીકના ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરવામાં આંવશે.
આ વર્ષે ભાવનગર શહેરમાંથી ૩૫ તેજ છેલ્લામાં જુદા જુદા તાલુકાઓ જેમાં ખાસ કરીને ઘોઘા-૧૩, વરતેજ-૪, વેળાવદર-૧, શિહોર-૫, વલ્લભીપુર-૩, ઉમરાળા-૪, પાલીતાણા ટાઉન-૩, પાલીતાણા રૂરલ-૩, જેસર-૧, ગારીયાધાર-૩, તળાજા-૭, મહુવા ટાઉન-૩૧, મહુવા રૂરલ-૫, ખુટવડા-૯, બગદાણા-૧ સહિતના કુલ ૧૨૮ તાજીયા જુલુસ નિકળશે.
ભાવનગર શહેર અને જીલ્લામાં પવિત્ર મહોરમનું પર્વ કોમી એક્તા/ભાઈચારા એખલાસમાં માહોલમાં સુલેહ શાંતિથી સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજીયા જુલુસ દરમ્યાન તમામ પ્રાથમીક સુવિધાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે તે માટે આ અગાઉ ભાવનગર જીલ્લા અધિક કલેકટર એન.ડી. ગોવાણી/એસ.ડી.એમ, મામલતદાર તેમજ સંબંધીત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ અને ભાવનગર સેન્ટ્રલ તાજીયા કમીટીના પ્રમુખ તેમજ આગેવાનો સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનો અને તાજીયા બનાવતા કમીટીના પ્રમુખો સહિતના આગેવાનોની બેઠક ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાયદો વ્યવસ્થાની જાળવણી અને પોલીસ બંદોબસ્ત


ભાવનગરમાં મોહરમ પર્વ દરમિયાન એસ.પી., એ.એસ.પી.,/ડી.વાય.એસ.પી.-૭, પી.આઈ./પી.એસ.આઈ.-૫૧, પોલીસ-૭૮૭, હોમગાર્ડ-૫૦૦, જી.આર.ડી./ટી.આર.બી.-૪૫૦, સહીતનો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા સોશ્યલ મીડીયા માં કોઈ ઉશ્કેરીજનક ઘટના ન ઘટે તે માટે મોનીટરીંગ સેલ દ્વારા સતત ચાપતી નજર રાખવામાં આવશે. તેમજ વોચટાવર, વોકીટોકી, દુરબીન, જરૂરી હથિયાર, બોડીર્વો કેમેરા, લાઠી, હેલ્મેટથી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તેમજ ટ્રાફીક વ્યવસ્થા જાળવવા તાજીયા રૂટના અમુક રસ્તાઓ વન-વે કરવામાં આવશે.

Tags: bhavnagarmusilim samajtajiya
Previous Post

સી.સી.ટી.વી. અને ‘નેત્રમ’ પ્રોજેક્ટની મદદથી ભાવ. પોલીસે વેપારીને નાણાં પરત અપાવ્યા

Next Post

કોસમોસ ઇન્સ્ટિટ્યૂ’ પર સ્ટેટ GSTના દરોડા:.૧.૫ કરોડની કરચોરી ઝડપાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
ભાવનગર

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

June 24, 2026
જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા
ભાવનગર

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

June 24, 2026
ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …
ભાવનગર

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

June 24, 2026
Next Post
સ્ટેટ GST વિભાગનો સપાટો, 67 પેઢી પર દરોડામાં 37 પેઢીઓ બોગસ ઝડપાઇ

કોસમોસ ઇન્સ્ટિટ્યૂ' પર સ્ટેટ GSTના દરોડા:.૧.૫ કરોડની કરચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા

ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિર નજીક જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.