Tuesday, August 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સંકટના સમયમાં સાથી દેશોએ અમેરિકાને ભારે નિરાશ કર્યું : ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાન યુદ્ધ દરમિયાન યુરોપીય દેશો દ્વારા પૂરતો સહયોગ ન મળવા પર ટ્રમ્પે ભારે નારાજગી વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 11:28:11
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના યુરોપીય સાથી દેશો પર આકરા પ્રહારો કર્યા છે.

નાટોના ચીફ માર્ક રુટ સાથેની તાજેતરની મુલાકાતમાં, ટ્રમ્પે ઈરાન યુદ્ધ દરમિયાન યુરોપીય દેશો દ્વારા

પૂરતો સહયોગ ન મળવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે

‘ઘણાં મુખ્ય સાથી દેશોએ સંકટના સમયે અમેરિકાને ભારે નિરાશ કર્યું છે.’

નાટો ચીફ સાથેની બેઠકમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્પેન જેવા

શક્તિશાળી દેશોના નામ જોગ ઉલ્લેખ કરીને પોતાની નારાજગી જાહેર કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, ‘યુદ્ધ

દરમિયાન આ દેશો પાસેથી જે સ્તરના સક્રિય અને ખુલ્લા સમર્થનની આશા હતી, તે મળી નથી. જો

અમેરિકાની જગ્યાએ અન્ય કોઈ દેશ આ સ્થિતિમાં હોત, તો કદાચ આજે તે આ દેશો સાથે બેઠક પણ ન

કરત. ઈરાન વિરુદ્ધના લશ્કરી અભિયાનમાં સાથી દેશોએ પડદા પાછળ રહેવાને બદલે ખુલ્લેઆમ

અમેરિકાની પડખે ઊભા રહેવાની જરૂર હતી, જેથી દુનિયામાં એક મજબૂત સંદેશ જઈ શકત.’

જોકે, આ તીખા પ્રહારો વચ્ચે પણ પ્રમુખ ટ્રમ્પે નાટોના વડા માર્ક રુટ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો અને

ઉમેર્યું હતું કે ‘અમેરિકા તથા નાટો નેતૃત્વ વચ્ચે આગામી સમયમાં પણ વાતચીતનો દોર ચાલુ રહેશે.’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા સામે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે યુરોપિયન દેશોનો

જોરદાર બચાવ કર્યો હતો. તેમણે આ સૈન્ય કાર્યવાહીના પરિણામો અને યુરોપના ફાળા અંગે જણાવ્યું હતું

કે, ‘ આ લશ્કરી કાર્યવાહી મુખ્યત્વે ઈરાનની પરમાણુ ક્ષમતાઓને રોકવા માટે હતી, જેને ગંભીર નુકસાન

પહોંચાડવામાં સફળતા મળી છે. G7 નેતાઓએ પણ આ કાર્યવાહીના વ્યૂહાત્મક પરિણામોનો સ્વીકાર

કર્યો છે. યુરોપિયન દેશોએ ભલે ખુલ્લેઆમ મોરચો ન માંડ્યો હોય, પરંતુ તેમણે પડદા પાછળ રહીને

અમેરિકાને અત્યંત મહત્વપૂર્ણ સૈન્ય અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી. યુદ્ધના છ અઠવાડિયાના

ગાળા દરમિયાન યુરોપના વિવિધ સૈન્ય મથકો પરથી અમેરિકાના 4,000થી 5,000 લશ્કરી વિમાનો

કાર્યરત હતા. યુરોપીય દેશોએ પોતાના એરપોર્ટ અને લશ્કરી સુવિધાઓ અમેરિકા માટે ખુલ્લી મૂકી દીધી

હતી.’

માર્ક રુટે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટના એરપોર્ટનું વિશેષ ઉદાહરણ આપતા કહ્યું કે, ‘ત્યાં અમેરિકાની

લશ્કરી જરૂરિયાતોને સંતોષવા માટે તાત્કાલિક ધોરણે મોટા ફેરફારો અને કામગીરી હાથ ધરવામાં આવી

હતી. કેટલાક કિસ્સાઓમાં ચિંતાઓ અને મતભેદો ચોક્કસ હતા, પરંતુ એકંદરે તમામ યુરોપિયન સાથીઓ

મુશ્કેલ સમયમાં અમેરિકાની પડખે જ ઊભા રહ્યા હતા.’

આ બેઠક અને બંને નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે ઈરાન યુદ્ધ પૂરું થયા પછી પણ

અમેરિકા અને તેના પશ્ચિમી સાથી દેશો વચ્ચે વૈશ્વિક સુરક્ષાની જવાબદારીઓ અંગેના મતભેદો સપાટી

પર આવી ગયા છે. એક તરફ પ્રમુખ ટ્રમ્પ ભવિષ્યમાં વધુ આક્રમક અને સક્રિય સૈન્ય સમર્થનની અપેક્ષા

રાખી રહ્યા છે, જ્યારે બીજી તરફ નાટો નેતૃત્વ લોજિસ્ટિકલ સહાયને જ પૂરતી ગણાવી રહ્યું છે.

Tags: Europemark rootNatotrump meeting
Previous Post

જાપાનમાં ૬.૯ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

Next Post

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી ૨ મહિનામાં ૭ વાઘના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટે નવો નિયમ લાગુ, વધારાની ફી ચૂકવવી પડશે
આંતરરાષ્ટ્રીય

H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટે નવો નિયમ લાગુ, વધારાની ફી ચૂકવવી પડશે

August 11, 2026
Next Post
મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી ૨ મહિનામાં ૭ વાઘના મોત

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી ૨ મહિનામાં ૭ વાઘના મોત

મહારાષ્ટ્રમાં બાળ લગ્ન અટકાવવા માટે નવો નિયમ : લગ્ન કાર્ડ પર જન્મ તારીખ લખવી પડશે

મહારાષ્ટ્રમાં બાળ લગ્ન અટકાવવા માટે નવો નિયમ : લગ્ન કાર્ડ પર જન્મ તારીખ લખવી પડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.