રામગઢ જિલ્લાના રાજરપ્પા વિસ્તારમાં લારી નજીક એક ભયાનક દુર્ઘટના બની છે. જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે. જો કે એક જ ગામના સાત લોકોનાં મોત થતા સમગ્ર પંથકમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.
ઝારખંડના રામગઢ જિલ્લામાં ગુરૂવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ દુર્ઘટના થઇ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસના અનુસાર આ દુર્ઘટના રામગઢ જિલ્લાના રાજરપ્પા વિસ્તારમાં આવેલા લારી ગામ નજીક બની હતી.
રામગઢ બોકારો હાઇવે પર રાત્રે 12 વાગ્યે એક યાત્રી વાહન અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. જેમાં વાહનમાં બેઠેલા સંગીતકાર્યક્રમમાંથી આવી રહેલા કલાકારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં કુલ સાત લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેને રામગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ મૃતકો રાજરપ્પાના જ મરાંગમરચા ગામના લોકો છે. પોલીસે સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ આદરી છે. ઉપરાંત મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સહિતની કામગીરી આરંભી છે.






