Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ

દોઢ કરોડથી વધુનું ટર્નઓવર છતાં ટેક્સ ચોરી માટે કંપોઝિટ શરતોનો ભંગ કરનારા વેપારીઓ સકંજામાં

dharmendravaghela by dharmendravaghela
2026-06-30 17:11:18
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં નામાંકિત કોમ્પ્યુટર અને કોચિંગ ક્લાસ પર સ્ટેટ જીએસટીના દરોડા પડ્યાને હજી એક સપ્તાહ માંડ થયું છે ત્યાં જીએસટી વિભાગે ડિવિઝનના ત્રણેય જિલ્લાઓમાં વધુ એક મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરીને વેપારી આલમમાં ફફડાટ ફેલાવી દીધો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સ્ટેટ જીએસટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા સોમવારે ઉઘડતી બજારે જ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની કુલ ૯ પેઢીઓના ૧૦ સ્થળોએ એકસાથે દરોડાની કામગીરી આરંભવામાં આવી હતી, જે આજે બીજા દિવસે પણ મોટાભાગના સ્થળોએ યથાવત હોવાનું જાણવા મળ્યું છે.
આ મેગા ઓપરેશન દરમિયાન ભાવનગર શહેરના જાણીતા પંડયા મિઠાઈવાળા, રોલીપોલી કેક શોપ, કાપડના વેપારી નાઈસ એન્ડ ન્યુ ફેશન, ગણેશ સ્ટોર તથા ડ્રાઈફ્રુટના વેપારી અરૃણકુમાર ભુપતરાય ઠક્કર મળીને કુલ ૬ સ્થળોએ તપાસનો દોર ચલાવાયો હતો. આ ઉપરાંત બોટાદમાં આવેલી પુજન ફુડ્ઝ તેમજ અમરેલીમાં હાર્દિક મેડિકો અને પીવીસી પાઈપ તથા પાણીની ટાંકીના વિક્રેતા ગણેશ એન્ટરપ્રાઈઝ પર પણ ત્રાટકવામાં આવ્યું હતું. આ સાથે જ વડિયા-કુકાવાવ ખાતે આવેલી સરદાર બીજ નિગમ નામની બિયારણની પેઢીમાં પણ તપાસ શરૂ કરાઈ હતી.
જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ પેઢીઓ વાર્ષિક રૂ. દોઢ કરોડ કરતા વધારેનું ટર્નઓવર ધરાવતી હોવા છતાં, ચોપડે ઓછું ટર્નઓવર બતાવીને કંપોઝિટ સ્કીમની શરતોનો સરેઆમ ભંગ કરી ગેરરીતિ આચરતી હતી. કાયદાની વિરુદ્ધ જઈને ટેક્સ ચોરી કરતા મીઠાઈ, કેક, કપડા, ડ્રાઈફ્રુટ, મેડિસિન, પીવીસી પાઈપ અને બિયારણના આ વેપારીઓને ત્યાં સોમવારે શરૂ થયેલી તપાસ મોડી રાત સુધી ચાલી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ કેટલીક જગ્યાએથી શંકાસ્પદ ડિજિટલ અને ફિઝિકલ ડેટા તેમજ હિસાબી સાહિત્ય કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે અને હજુ પણ આ તપાસ વધુ લંબાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

Previous Post

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન

Next Post

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
સ્ટેટ GST વિભાગનો સપાટો, 67 પેઢી પર દરોડામાં 37 પેઢીઓ બોગસ ઝડપાઇ

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ

નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.