dubi gaya, thordiજિલ્લાના બુધેલ નજીક આવેલા થોરડી ગામે સોમવારની રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી..વાડીએથી બે મોટરસાયકલ પર પરત ફરી રહેલા ત્રણ લોકો સ્થાનિક વોકળાના ભારે પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે દિલીપભાઈ છગનભાઇ રાઠોડ નામના આધેડ વહેણમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક મામલતદાર, ફાયર વિભાગ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. મંગળવારે વહેલી સવારથી જ દ્ગડ્ઢઇહ્લની ટીમે બોટ અને ડીપ ડાઈવર્સની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આશરે ૧૦ કલાકની ભારે જહેમત બાદ આખરે દિલીપભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દુઃખદ સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






