Wednesday, July 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે એસપીની અધ્યક્ષતામાં તંત્ર અને આયોજકોની બેઠક

.રથયાત્રા નિર્વિઘ્ને પર પાડવા તંત્ર અને આયોજકોની મસલત રથયાત્રાના રૂટ પાર અવરોધરૂપ વૃક્ષની ડાળીઓ, કેબલ હટાવવા તેમ સફાઈ અને પાણીની વ્યવસ્થા અને સતત વીજ પુરવઠો જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2026-07-08 12:46:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર આયોજિત ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કલેક્ટર કચેરી આયોજન હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૦ વર્ષથી પરંપરાગત રીતે જગન્નાથજી રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે ૪૧ મી રથયાત્રાનું આયોજન તા. ૧૬/૭/૨૬ ના રોજ થનાર હોય જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.
આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ અધિક્ષકએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ અધિક્ષકશ્રીએ રથયાત્રાના રૂટમાં આવતાં ઝાડવાઓની ડાળીઓ કટીંગ, સતત લાઇટનો પુરવઠો જળવાય, રસ્તાની સફાઇ થઇ જાય, રસ્તામાં અડચણરૂણ વાયરો દૂર કરવામાં આવે, પાણીની સગવડ સચવાય વગેરે રથયાત્રા સંલગ્ન કામગીરી વિશે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું.
રથયાત્રા સમિતિના હરૂભાઇ ગોંડલીયાએ રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નિર્વિધ્ને ચાલે તે માટેના વિવિધ સૂચનો કર્યાં હતાં. રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર ભાવેણાવાસીઓ માટે ફરશે તે માર્ગ પર જરૂરી સુવિધાઓ અને સગવડોની માહિતી તેમણે આપી હતી તથા તંત્ર પાસેથી જરૂરી મંજૂરી તથા સહકારની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ તેમજ રથયાત્રા સમિતિના સભ્યો, જિલ્લાના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags: bhavnagarrath yatra taiyari
Previous Post

રબર ફેક્ટરી સર્કલ નજીક પરાગ એપાર્ટમેન્ટના બંધ ફ્‌લેટમાં લાગી ભીષણ આગ

Next Post

આકાશી આફતમાં ઘોઘાના ઓદરકા ગામનો ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો

dharmendravaghela

dharmendravaghela

Related News

આકાશી આફતમાં ઘોઘાના ઓદરકા ગામનો ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો
ભાવનગર

આકાશી આફતમાં ઘોઘાના ઓદરકા ગામનો ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો

July 8, 2026
રબર ફેક્ટરી સર્કલ નજીક પરાગ એપાર્ટમેન્ટના બંધ ફ્‌લેટમાં લાગી ભીષણ આગ
ભાવનગર

રબર ફેક્ટરી સર્કલ નજીક પરાગ એપાર્ટમેન્ટના બંધ ફ્‌લેટમાં લાગી ભીષણ આગ

July 8, 2026
રથયાત્રા પૂર્વે પોલીસની કડક કાર્યવાહી : ચિત્રા પાસેથી મોડીરાત્રે દેશી કટ્ટો અને પિસ્ટલ સાથે ફરાર આરોપી ઝડપાયો
ભાવનગર

રથયાત્રા પૂર્વે પોલીસની કડક કાર્યવાહી : ચિત્રા પાસેથી મોડીરાત્રે દેશી કટ્ટો અને પિસ્ટલ સાથે ફરાર આરોપી ઝડપાયો

July 8, 2026
Next Post
આકાશી આફતમાં ઘોઘાના ઓદરકા ગામનો ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો

આકાશી આફતમાં ઘોઘાના ઓદરકા ગામનો ૪૦ વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.