Saturday, July 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયા મહત્વના કરાર

ઓકલેન્ડમાં પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંને દેશોએ કુલ 18 મોટા કરારો પર કર્યા હસ્તાક્ષર

dharmendravaghela by dharmendravaghela
2026-07-11 11:29:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઓકલેન્ડમાં પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંને દેશોએ કુલ 18 મોટા કરારો અને જાહેરાતો પર સહમતી વ્યક્ત કરી છે, જેમાં 10 એમઓયુ અને 8 મોટી જાહેરાતોનો સમાવેશ થાય છે.
આ ઐતિહાસિક નિર્ણયોને પગલે ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધોને હવે ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’નો દરજ્જો મળી ગયો છે. હવે બંને દેશો સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વેપાર, કૃષિ, શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. વૈશ્વિક નિષ્ણાતો આ વ્યૂહાત્મક ભાગીદારીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી દાદાગીરી અને પ્રભાવને સંતુલિત કરવાના એક મજબૂત કદમ તરીકે જોઈ રહ્યા છે.

આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન સૌથી મહત્ત્વના કરારો સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાને લઈને કરવામાં આવ્યા છે. હવે ભારત અને ન્યૂઝીલેન્ડની સેનાઓ દરિયાઈ સુરક્ષા, ગુપ્ત માહિતીઓ શેર કરવા અને સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત, બંને દેશોએ દરિયાઈ માર્ગોની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે સમુદ્રને લગતા નકશા અને હાઇડ્રોગ્રાફી ડેટા એકબીજા સાથે શેર કરવા પર પણ સંમતિ આપી છે. આ રક્ષા કરાર હેઠળ એક મોટો નિર્ણય એ પણ લેવાયો છે કે બંને દેશોની નૌસેનાઓ જરૂરિયાત ઊભી થવા પર એકબીજાને લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરી પાડી શકશે.
આતંકવાદ અને કુદરતી આપદાઓ સામે લડવા માટે પણ બંને દેશોએ હાથ મિલાવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડે આતંકવાદ વિરોધી એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલી માહિતી શેર કરીને સંયુક્ત વ્યૂહનીતિ બનાવવામાં આવશે.
આ સાથે જ ભૂકંપ, સુનામી જેવી કુદરતી આપદાઓ સામે લડવા માટે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ટેકનોલોજીની આપ-લે કરાશે. કૃષિ અને ડેરી સેક્ટરમાં પણ આધુનિક સંશોધનો અને ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવામાં આવશે, જેના ભાગરૂપે ‘કીવીફ્રૂટ એક્શન પ્લાન’ શરૂ કરાયો છે. આ પ્લાન હેઠળ ભારતના નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં કીવીના બે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બનાવવામાં આવશે, જ્યાં ખેડૂતોને નવી લેન્ડ ટેક્નોલોજી અને વિશેષ પ્રશિક્ષણ અપાશે.
આર્થિક મોરચે બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં પરસ્પર દ્વિપક્ષીય વેપારને 7 અબજ ન્યૂઝીલેન્ડ ડૉલર સુધી પહોંચાડવાનું મહત્ત્વનું લક્ષ્ય રાખ્યું છે, જેને ભવિષ્યમાં મુક્ત વ્યાપાર કરાર તરફનું એક મોટું કદમ માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાસન, રમતગમત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નવા કરારો થયા છે, જેમાં ગુજરાતના લોથલ ખાતે બની રહેલા ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ના વિકાસમાં ન્યૂઝીલેન્ડ સહયોગ આપશે.

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા વધારવા માટે ન્યૂઝીલેન્ડે ભારતના ‘ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિએટિવ’માં સામેલ થવાની સત્તાવાર જાહેરાત કરી છે અને ન્યૂઝીલેન્ડ હવે ‘ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ’નો હિસ્સો પણ બનશે. અન્ટાર્કટિકા રિસર્ચ અને ક્લીન એનર્જી ક્ષેત્રે થયેલી આ ભાગીદારી એવા સમયે ખૂબ જ મહત્ત્વની છે જ્યારે ચીન આ વિસ્તારમાં પોતાનો પગપેસારો વધારી રહ્યું છે. આ કરારોથી દરિયાઈ સુરક્ષા મજબૂત થવાની સાથે પ્રાદેશિક સ્થિરતાને નવું બળ મળશે.

 

Tags: india new zealand free trade agreement
Previous Post

ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદમાં સમાધાન માટે બોલાવીને યુવકની ઘાતકી હત્યા!

Next Post

ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા
તાજા સમાચાર

તેલંગાણામાં પોક્સોના આરોપીએ બે પરિવારના છ સભ્યોની કરી ઘાતકી હત્યા

July 11, 2026
બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા
આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા

July 11, 2026
ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

July 11, 2026
Next Post
ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા

બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.