Thursday, August 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો

ચાંદખેડા વિસ્તારની ઘટનામાં અસામાજિક તત્વોએ મહિલાઓને પણ ઇજા પહોંચાડી

dharmendravaghela by dharmendravaghela
2026-07-13 11:57:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વો અને બૂટલેગરોનો આતંક સામે આવ્યો છે. ચાંદખેડાની શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂના અડ્ડાનો વિરોધ કરવા એકત્રિત થયેલા સ્થાનિક રહીશો પર બૂટલેગરોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. બૂટલેગરોએ સોસાયટીના પુરુષોની સાથે મહિલાઓને પણ બેરહેમીથી માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કોઈ પણ જાતના ડર વિના ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને અસામાજિક દૂષણથી સોસાયટીના રહીશો ભારે પરેશાન હતા. આ દારૂના અડ્ડાને સદંતર બંધ કરાવવા માટે આજે સોસાયટીના રહીશોએ એક મહત્વની મિટિંગ બોલાવી હતી. આ બેઠકમાં તમામ રહીશોએ એકજૂથ થઈને બૂટલેગરને સોસાયટીની અંદર દારૂ વેચવાની કડક મનાઈ ફરમાવી હતી. પોતાની કમાણી બંધ થઈ જવાની બીકે બૂટલેગર ભારે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં જ બબાલ શરૂ થઈ ગઈ હતી.સ્થાનિક લોકોએ લગાવેલા આક્ષેપ મુજબ, વિરોધથી ઉશ્કેરાયેલા બૂટલેગરે તુરંત જ ફોન કરીને બહારથી અન્ય અસામાજિક તત્વો અને પોતાના સાગરીતોને હથિયારો સાથે સોસાયટીમાં બોલાવી લીધા હતા. આ ટોળકીએ સોસાયટીમાં આવીને સામાન્ય નાગરિકો પર હિંસક હુમલો કરી દીધો હતો અને લોકોને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આતંક મચાવનારા આ શખ્સોએ સોસાયટીની મહિલાઓને પણ છોડી ન હતી અને તેમની સાથે પણ અમાનુષી મારપીટ કરી હતી. બૂટલેગરોના આ હિંસક આતંકના કારણે સોસાયટીમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ભયાનક મારામારી અને ચીસાચીસના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ભોગ બનનારા રહીશોની ફરિયાદના આધારે બૂટલેગર અને તેના સાગરીતો વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિકોએ માગ કરી છે કે રહેણાંક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.

 

Tags: Ahmedabadbutlegar attack on womenchandkheda
Previous Post

અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર

Next Post

નવાગામ અને ત્રાપજમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર
તાજા સમાચાર

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

August 27, 2026
જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત
તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત

August 27, 2026
ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ગ્રાહકો હવે ઓનલાઇન કે સુપર માર્કેટમાંથી એક ઑર્ડરમાં 5 કિલોથી વધુ ખાંડ ખરીદી શકશે નહીં

August 27, 2026
Next Post
વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

નવાગામ અને ત્રાપજમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

સિહોર બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોનો ખુલ્લો આતંક, સરકારને લાખો રૂપિયાનો ચૂનો

સિહોર બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોનો ખુલ્લો આતંક, સરકારને લાખો રૂપિયાનો ચૂનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.