ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને પેટ્રોલિંગ કરી રહેલી અલંગ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘોઘા તાલુકાના નવાગામ અને તળાજાના ત્રાપજ ગામે સપાટો બોલાવ્યો હતો.આ દરોડામાં પોલીસે કુલ 342 બોટલ દારૂ અને 64 બિયરના ટીન સહિત કુલ રૂ.83,174 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
અલંગ પોલીસે નવાગામ ખાતે વીરભદ્રસિંહ ઉર્ફે બકુલસિંહ ગોહિલના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં રૂમમાં કબાટની પાછળ સંતાડેલી 264 વિદેશી દારૂની બોટલ અને 64 બિયરના ટીન મળી આવ્યા હતા,જેની કુલ કિંમત રૂ52,488 થાય છે.જયારે અન્ય એક ઓપરેશનમાં ત્રાપજ ગામે બપાડા રોડ પર આવેલી હરપાલસિંહ ઉર્ફે ઘીવાળા ગોહિલની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ઢાળિયા પાસે સૂકા ઘાસના ઢગલા નીચે છુપાવેલી ₹30,726 ની કિંમતની વધુ 78 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.





