Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનમ વાંગચૂકને પોલીસ ઉઠાવી ગઈ : હોસ્પિટલમાં દાખલ

દિલ્હીના જંતર-મંતર મેદાન પર ચાલતા અનશનમાં પોલીસની ઓચિંતાની એન્ટ્રી : પ્રદર્શનકારીઓને હટાવી પોસ્ટર કબજે કર્યા

dharmendravaghela by dharmendravaghela
2026-07-18 11:52:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો જંતર-મંતર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે આંદોલન સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત 20 દિવસના ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડી રહી હતી અને તેમનું વજન પણ 9 કિલો કરતાં વધુ ઘટી ગયું હતું.દિલ્હી પોલીસે માત્ર સોનમ વાંગચુકને જ હોસ્પિટલ ખસેડ્યા નથી, પરંતુ જંતર-મંતર પરથી અન્ય તમામ પ્રદર્શનકારીઓને પણ હટાવી દીધા છે. આંદોલન સ્થળે લગાવવામાં આવેલા તમામ બેનરો અને પોસ્ટરો પોલીસે કબજે કરીને હટાવી દીધા છે. સોનમ વાંગચુકના સમર્થકો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જોકે દિલ્હી પોલીસે લાઠીચાર્જના આ આરોપોને સરેઆમ નકારી દીધા છે.આ આંદોલન સાથે જોડાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પછી એક અનેક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, “દિલ્હી પોલીસે જંતર-મંતર પર કડક વલણ અપનાવ્યું છે. લોકો પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સોનમ સરને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા છે.” દીપકે વધુમાં આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પણ રોકી રાખ્યા હતા, તેમની સાથે મારપીટ કરી હતી અને બાદમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. આ કાર્યવાહી બાદ જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

Tags: sonam wangchuk police
Previous Post

પાકિસ્તાનનું સરહદ પર ફાયરિંગ : સેનાનો વળતો પ્રહાર

Next Post

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક
તાજા સમાચાર

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

July 18, 2026
ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી

July 18, 2026
શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ
તાજા સમાચાર

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

July 18, 2026
Next Post
શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.