Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

7 વર્ષથી અમેરિકામાં રહેનારાઓને ગ્રીન કાર્ડ આપવાનું બિલ રજૂ થશે

ડેમોક્રેટ સેનેટર એલેક્સ પેડિલાનું બિલ પસાર થાય તો ભારતીયો સહિત 80 લાખ લોકોને ફાયદો થશે, ટ્રમ્પ શાસનમાં બિલ પાસ થવું મુશ્કેલ

dharmendravaghela by dharmendravaghela
2026-07-30 12:01:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે નવું બિલ આશાનું કિરણ લઈ આવ્યું છે. ડેમોક્રેટ સેનેટર એલેક્સ પેડિલાના બિલ મુજબ અમેરિકામાં સાત વર્ષથી કાયદેસર રહેનારાને ગ્રીન કાર્ડ આપવું જોઈએ. જો આ બિલ પસાર થાય તો અમેરિકામાં રહેતા લાખો ભારતીયો સહિત કુલ ૮૦ લાખ જેટલા લોકોને ફાયદો થશે. તેના લીધે આટલા બધા લોકોનો અમેરિકન નાગરિક બનવાનો માર્ગ મોકળો બનશે.
કેલિફોર્નિયાના સેનેટર એલેક્સ પેડિલાનું કહેવું છે કે આ પ્રસ્તાવ ઇમિગ્રેશન સાથે જોડાયેલા તે નિયમને બદલશે જેને ૧૯૮૬થી અપડેટ કરવામાં આવ્યો નથી. પેડિલાની ઓફિસે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં મેં ટ્રમ્પ તંત્ર દ્વારા મહેનતુ વસાહતીઓ સાથે કરવામાં આવતા ક્રૂર વ્યવહારનો વિરોધ કરવા માટે આ બિલ રજૂ કર્યુ હતુ. પેડિલાનું કહેવું છે કે કોંગ્રેસ દેશમાં લાંબા સમયથી રહેતા આપણા અર્થતંત્ર અને સમાજમાં ફાળો આપતા લાખો લોકોની અવગણના ન કરી શકે, પરંતુ હાલમાં તો આ બિલ પસાર થવાનું સપલું લાગે છે કેમકે રિપબ્લિકન તેનાથી ઉલટી દિશામાં કામ કરી રહ્યા છે.જોકે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં આ બિલ પાસ થવું મુશ્કેલ ભર્યું છે.
ઇમિગ્રેશન એક્ટ ઓફ ૧૯૨૯ની જોગવાઈઓનું નવીનીકરણ કાયદો તે વસાહતીઓને સ્થાનિક રહેવાસીનો દરજ્જો આપવાની મંજૂરી આપશે, જે દેશમાં કમસેકમ સાત વર્ષથી કાયદેસર રીતે વસવાટ કરતો હોય. અરજદારનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ અને તેણે ગ્રીન કાર્ડ માટે જરૂરી બધી શરતોને પૂરી કરેલી હોવી જોઈએ. આ બિલમાં ડ્રીમર્સ, ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ ધારક, જરૂરી સેવાઓમાં કામ કરનારા લોકો અને લાંબા સમયથી વિઝાધારક લોકોના બાળકો સામેલ છે.
આ બિલના લીધે કુશળ કામદારોને મદદ મળી શકે છે, જેમા એચ-૧બી વિઝા વર્કર સામેલ છે, જેઓ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ દરખાસ્તને ભારતીય વ્યવસાયિકો માટે મહત્ત્વની માનવામાં આવે છે, જે એચ-૧બી વિઝાધારકોમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. તેઓ ઘણી વખત એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ લિમિટ્સના કારણે પરમેનન્ટ રેસિડેન્સી માટે લાંબી રાહ જોવી પડે છે. હાલમાં એલિજિબિલિટી કટ ઓફ પહેલી જન્યુઆરી ૧૯૭૨ છે. જ્યારે પેડિલાનો પ્રસ્તાવ તે તારીખથી સાત વર્ષનો નિયમ અમલમાં લાવવા કહે છે. આ ઠરાવ પસાર થયો તો તે પસાર થયાના ૬૦ દિવસમાં અમલી બનશે. જો કે ટ્રમ્પના શાસનમાં તે પસાર થાય તેવી જરા પણ સંભાવના નથી.

Advertisement
Tags: green card usa
Previous Post

PoK ને પાકિસ્તાનનું કાશમીર ગણાવતા ન્યૂયોર્ક ટાઈમ્સ સામે ભારતનોઉગ્ર વિરોધ

Next Post

ઇજિપ્તના ડામિએટા પોર્ટ પર US ગેસ ટેન્કર પર ડ્રોન એટેક

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ઇજિપ્તના ડામિએટા પોર્ટ પર US ગેસ ટેન્કર પર ડ્રોન એટેક

ઇજિપ્તના ડામિએટા પોર્ટ પર US ગેસ ટેન્કર પર ડ્રોન એટેક

ઇરાક પર સાઉદી-અમેરિકાનો હુમલો : 20નાં મોત

ઇરાક પર સાઉદી-અમેરિકાનો હુમલો : 20નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.