Saturday, August 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત સહીત 5 દેશો ઉપર 100% ટેરીફનું બિલ અમેરિકન સેનેટમાં બહુમતીથી મંજુર

હવે આ બિલ 31 ઓગસ્ટેઅમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની બેઠકમાં હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલાશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-08 11:32:08
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદીને યુક્રેન યુદ્ધમાં તેને પરોક્ષ રીતે મદદ કરનારા દેશો પર શિકંજો કસવા માટે અમેરિકન સેનેટે (ઉચ્ચ ગૃહ) એક અત્યંત કડક બિલને મંજૂરી આપી દીધી છે. સેનેટમાં આ પ્રસ્તાવ 86-11 ના ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. આ બિલ હેઠળ રશિયા પાસેથી સૌથી વધુ ઊર્જા આયાત કરતા ટોચના પાંચ દેશોના સામાન પર 100% સુધીનો ટેરિફ લગાવવાની સત્તા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.
અમેરિકન સેનેટમાં પસાર થયેલા આ વિધેયકનું નામ બદલીને ‘લિન્ડસે ઓ. ગ્રાહમ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026’ રાખવામાં આવ્યું છે. વર્તમાન આંકડા મુજબ ચીન, ભારત, અઝરબૈજાન, હંગરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી સૌથી વધુ તેલ અને ગેસ ખરીદતા ટોચના પાંચ દેશો છે. જો આ બિલ કાયદો બનશે તો આ તમામ દેશોએ અમેરિકા સાથે વેપાર કરવો કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું તેમાંથી એકની પસંદગી કરવી પડશે.
આ ઉપરાંત,આ બિલમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, રશિયાના અમીર ઉદ્યોગપતિઓ (ઓલિગાર્ક્સ) અને નાણાકીય સંસ્થાઓ પર પણ કડક પ્રતિબંધો લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ઈરાનના ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી કંપનીઓ પર દંડ લગાવતા 1996 ના કાયદાની સમયસીમા લંબાવીને 2031 સુધી કરવામાં આવી છે. હવે આ બિલ 31 ઓગસ્ટે જ્યારે અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) ની બેઠક મળશે ત્યારે મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. હાઉસમાંથી મંજૂર થયા બાદ તેને આખરી હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે.

Tags: tariff billus senate
Previous Post

સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI ચૂકવણી મફત

Next Post

કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

dharmendravaghela

dharmendravaghela

Related News

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!
તાજા સમાચાર

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!

August 8, 2026
ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત
તાજા સમાચાર

ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત

August 8, 2026
કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર
તાજા સમાચાર

કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

August 8, 2026
Next Post
કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત

ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.