Wednesday, August 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છમાં હવાઈ સેવાનો વિસ્તાર વધ્યો – મુન્દ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચેની એર ટેક્સીની થશે મિની ફ્લાઈટની શરૂઆત

.૨૮ ઓગસ્ટથી શરૂ થનારી આ સેવાઓ માટેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ

dharmendravaghela by dharmendravaghela
2026-08-19 11:53:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રણપ્રદેશ કચ્છમાં સગવડભરી હવાઈ સેવાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. તાજેતરમાં જ મુંદરા એરપોર્ટ ટર્મિનલથી ‘સ્ટાર એર’ દ્વારા મુંદરા-અમદાવાદ વચ્ચેની સીધી વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સફળતા વચ્ચે હવે એર ટેક્સી સેવા દ્વારા મુંદરાથી રાજકોટ, જામનગર અને દીવ માટે મિની વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ૨૮ ઓગસ્ટથી આ નવી હવાઈ સેવાનો પ્રારંભ થશે, જે અંગે એર ટેક્સીના અધિકારીઓએ સત્તાવાર સમર્થન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મુંદરા અને અમદાવાદ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ચાર સીટર મિની ફ્લાઈટ સેવા આગામી ૨૭ ઓગસ્ટથી બંધ કરવામાં આવશે, કારણ કે મુંદરા-અમદાવાદ રૂટ પર હવે મોટા વિમાનની સેવા કાર્યરત થઈ ચૂકી છે. આ ચાર સીટર મિની વિમાનનો ઉપયોગ હવે રાજકોટ, જામનગર અને દીવના રૂટ માટે કરવામાં આવશે. આ દૈનિક સેવા માટે ચાર સીટર વિમાનમાં હાલના તબક્કે નિયમ મુજબ માત્ર બે મુસાફરોને જ લઈ જવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
૨૮ ઓગસ્ટથી શરૂ થનારી આ સેવાઓ માટેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. ફ્લાઈટના સમયપત્રક મુજબ, આ વિમાન સવારે ૯:૪૬ વાગ્યે મુંદરાથી ઉપડીને સવારે ૧૧:૧૫ વાગ્યે દીવ પહોંચશે. ત્યારબાદ દીવથી સવારે ૧૧:૪૦ વાગ્યે રવાના થઈ બપોરે ૧:૦૯ વાગ્યે પરત મુંદરા આવશે. મુંદરાથી બપોરે ૧:૩૪ વાગ્યે ઉપડીને ૨:૨૦ વાગ્યે રાજકોટ પહોંચશે અને રાજકોટથી બપોરે ૨:૪૫ વાગ્યે ઉપડીને ૩:૩૦ વાગ્યે મુંદરા પરત ફરશે. ત્યારબાદ મુંદરાથી બપોરે ૩:૫૫ વાગ્યે ઉપડીને સાંજે ૪:૧૧ વાગ્યે જામનગર પહોંચશે. નવી એર ટેક્સી સેવા શરૂ થવાથી કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ દીવ વચ્ચેનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે

Tags: air connectivityKutchMundra
Previous Post

બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર

Next Post

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા
તાજા સમાચાર

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

August 19, 2026
બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર
તાજા સમાચાર

બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર

August 19, 2026
દિલ્હી લાઠીચાર્જ વિવાદ: સુપ્રીમ કોર્ટે તપાસ માટે ઉચ્ચસ્તરીય પેનલ રચવાની કરી જાહેરાત
તાજા સમાચાર

દિલ્હી લાઠીચાર્જ વિવાદ: સુપ્રીમ કોર્ટે તપાસ માટે ઉચ્ચસ્તરીય પેનલ રચવાની કરી જાહેરાત

August 19, 2026
Next Post
ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.