Monday, August 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

એક મહિનાની શાંતિ બાદ ફરી યુદ્ધ અમેરિકા દ્વારા એરસ્ટ્રાઈક બાદ ઈરાને ઝીંકી મિસાઈલો

ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલો અને ડ્રોન વડે પલટવાર કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-08-31 11:24:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિનાની શાંતિ બાદ ફરી એકવાર ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકન સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિત ઈરાનના લારક ટાપુ પર મોટો હુમલો કર્યો છે, જેના જવાબમાં ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલો અને ડ્રોન વડે પલટવાર કર્યો છે.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, હોર્મોઝ જળમાર્ગમાં જહાજોની સુરક્ષા જાળવી રાખવા માટે આ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જવાનો લારક ટાપુ પર એવા રોકેટ તૈયાર કરી રહ્યા હતા જે દરિયાઈ માઈન્સ (બારૂદી સુરંગો) ને હીટ કરી શકે. આ હુમલામાં અનેક સૈનિકો અને નાગરિકોના મોત થયા છે તથા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અમેરિકન હુમલાના થોડા જ કલાકોમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જોર્ડનમાં આવેલા અમેરિકા સંચાલિત ‘કિંગ હુસૈન એરબેઝ’ અને ‘અલ-અઝરક એરબેઝ’ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. ઈરાની મીડિયાના દાવો છે કે આ હુમલાથી અમેરિકન ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુદ્ધ વિમાનોના મથકોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી.છેલ્લા 6 મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. 29 જુલાઈ પછી અમેરિકાનો ઈરાન પર આ પહેલો સીધો સૈન્ય હુમલો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર વધતું રાજકીય દબાણ


અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મિડ ટર્મ ચૂંટણીઓ પહેલા ઈરાન સાથે વધી રહેલા યુદ્ધને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પર રાજકીય દબાણ વધી રહ્યું છે. ડેમોક્રેટિક સીનેટરોનું કહેવું છે કે 6 મહિનાનો સમય વિતવા છતાં પણ યુદ્ધનો કોઈ ચોક્કસ ધ્યેય પ્રાપ્ત થયો નથી અને તેનાથી મિડલ ઈસ્ટમાં અમેરિકાની સ્થિતિ નબળી પડી છે.
——————-

Tags: iran missile attack
Previous Post

અન્ય લોકોને મદદ કરવી એ ભારતની સનાતન પરંપરા: ભાગવત

Next Post

રાજધાની દિલ્હીમાં સ્લીપર બસમાં ધો.11ની વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ બે ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

નેપાળ પૂરમાં ડૂબી બેંક,50 કરોડનું સોનું મળી આવ્યું!
આંતરરાષ્ટ્રીય

નેપાળ પૂરમાં ડૂબી બેંક,50 કરોડનું સોનું મળી આવ્યું!

August 31, 2026
રાજધાની દિલ્હીમાં સ્લીપર બસમાં ધો.11ની વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ બે ઝડપાયા
તાજા સમાચાર

રાજધાની દિલ્હીમાં સ્લીપર બસમાં ધો.11ની વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ બે ઝડપાયા

August 31, 2026
અન્ય લોકોને મદદ કરવી એ ભારતની સનાતન પરંપરા: ભાગવત
તાજા સમાચાર

અન્ય લોકોને મદદ કરવી એ ભારતની સનાતન પરંપરા: ભાગવત

August 31, 2026
Next Post
રાજધાની દિલ્હીમાં સ્લીપર બસમાં ધો.11ની વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ બે ઝડપાયા

રાજધાની દિલ્હીમાં સ્લીપર બસમાં ધો.11ની વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ બે ઝડપાયા

નેપાળ પૂરમાં ડૂબી બેંક,50 કરોડનું સોનું મળી આવ્યું!

નેપાળ પૂરમાં ડૂબી બેંક,50 કરોડનું સોનું મળી આવ્યું!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.