સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જમ્મુ અને કાશ્મીર SI ભરતી કૌભાંડના સંબંધમાં મંગળવારે કુલ 33 સ્થળોએ સર્ચ કરી રહ્યું છે.જમ્મુ, શ્રીનગર, હરિયાણાના જિલ્લા, ગાંધીનગર, ગાઝિયાબાદ, બેંગલુરુ અને દિલ્હી સહિત અન્ય સ્થળોએ સર્ચ ચાલુ છે.જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે JKSSBના ભૂતપૂર્વ અધ્યક્ષ ખાલિદ જહાંગીરના ઘર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (JKSSB)ના પરીક્ષા નિયંત્રક અશોક કુમારના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.સીબીઆઈ દ્વારા આ કેસમાં દરોડાનો આ બીજો રાઉન્ડ છે. 5 ઓગસ્ટે એફઆઈઆર નોંધ્યા બાદ સીબીઆઈએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પ્રશાસનની અપીલ પર તપાસ એજન્સીએ 33 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.જમ્મુ-કાશ્મીર પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષામાં ગેરરીતિના આરોપો છે.આ પરીક્ષા જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (JKSSB) દ્વારા 27.03.2022 ના રોજ લેવામાં આવી હતી.આ વર્ષે 4 જૂને પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા હતા.જમ્મુ-કાશ્મીર પ્રશાસને આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.