કાઠમાંડુ નજીક નેપાળના મનાંગ જિલ્લામાં હિમલુંગ હિમાલ પર હિમસ્ખલન થતાં 12 લોકો લાપતા થયા છે. 7126 મીટર ઊંચા શિખરના બેઝ કેમ્પ પર થયેલા આ હિમસ્ખલનમાં 9 પર્વતારોહકો અને 13 સહાયક કર્મચારીઓ સહિતનો એક તંબુ દટાઈ ગયો હતો. લાપતા થયેલા તમામ લોકો નેપાળી નાગરિકો છે. બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર મોકલાયું છે.
રવિવારે નેપાળનાં મનાંગ જિલ્લામાં હિમલુંગ હિમાલની ટોચે હિમસ્ખલનને કારણે પર્વતારોહકો સહિત ૧૨ લોકો લાપતા થઇ ગયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.આ ઘટનૈા પછી લગભગ એક ડઝન લોકો લાપતા થયા છે તેમ આર્મ્ડ પોલીસ ફોર્સનાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શૈલેન્દ્ર થાપાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઘટનામાં જાનહાનિ થવાની પણ આશંકા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાપતા થયેલા તમામ લોકો નેપાળનાં નાગરિકો છે. બચાવ કામગીરી માટે ઘટના સ્થળે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગનાં ડાયરેક્ટર જનરલ રામ કૃષ્ણ લામિછાને જણાવ્યું હતું કે સત્તાવાળાઓ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છે.
નેપાળનાં પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદ અને હિમવર્ષા વચ્ચે આ ઘટના બની છે. જેના કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. મીડિયા અહેવાલ મુજબ ગુરુવારથી નેપાળથી પડી રહેલા સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની નવી ઘટનાઓ સામે આવી છે.અનેક મકાનો તણાઇ ગયા છે અને રસ્તા પરની અવરજવર ખોરવાઇ ગઇ છે.





