એશિયન ગેમ્સ 2026 ના 11મા દિવસે ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે અદ્ભુત પ્રદર્શન કરીને સમગ્ર દેશનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. ફાઇનલના રોમાંચક જંગમાં ચીનની ટીમને હાર આપીને ભારતે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો છે. આ સાથે જ ચાલુ એશિયન ગેમ્સમાં ભારતની ઝોળીમાં સાતમો સુવર્ણચંદ્રક આવી ગયો છે.
ખિતાબી મુકાબલાની શરૂઆતથી જ ભારતીય મહિલા ખેલાડીઓએ ચીન પર દબાણ બનાવી દીધું હતું. પહેલા જ રાઉન્ડમાં ભારતની ત્રણેય તીરંદાજોએ અચૂક નિશાન સાધીને 10-10 ના પરફેક્ટ શૉટ્સ ફટકાર્યા હતા.ચીને ફાઇનલ રાઉન્ડમાં 10 ના સ્કોરથી શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ બે વાર 9 નો સ્કોર થતાં તેઓ પાછળ ફેંકાઈ ગયા હતા. ભારતીય ટીમે સતત ત્રણ વાર પરફેક્ટ 10 નો સ્કોર કરીને જીત નક્કી કરી હતી. અંતિમ ક્ષણોમાં પણ સતત ત્રણ વાર પરફેક્ટ 10 નો સ્કોર સાધીને ભારતીય મહિલા ટીમે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો.






