Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘મહાદેવથી મોટું કોઇ ન હોય…’

કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ ભગવાન શંકર વિશે ટીપ્પણી કરનારા સંતોને સુધરી જવા માટે ચેતવણી આપી

aaspassdaily by aaspassdaily
2022-09-14 10:46:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં હમણાંથી અનેક સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને મહાદેવ વિશે નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, હિન્દુ દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સનાતન ધર્મના લોકો, સંતો અને કથાકાર દ્વારા નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ આપેલા નિવેદનને લઇને કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ માર્મિક ટકોર કરી છે.
તેમણે ભગવાન શંકર વિશે ટીપ્પણી કરનારા સંતોને સુધરી જવા માટે ચેતવણી આપી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં ભાઈશ્રીએ ભોળાનાથ વિશે બોલનારા સંતોને ચેતવણી આપી હતી અને સાધુ સમાજને ટાંકીને કહ્યુ હતુ કે, જો સાધુઓ વિફર્યા… કહીને આવી ટીપ્પણીઓ રોકવા જણાવ્યુ હતું. કથાકાર રમેશ ઓઝાએ વ્યાસપીઠ પરથી આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મહાદેવથી મોટું કોઇ ન હોય. સનાતન ધર્મનું વાતાવરણ ન બગાડવું જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવા નિવેદનોનો વિરોધ કરવો જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે, પણ જે ખોટું ચિતરાયું છે, લખાયું છે તેને દુર કરવું જોઇએ. તમારા ધર્મમાં શ્રદ્ધા રાખો પરંતુ બીજાને નીચા દેખાડીને નહિ.
કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, મહાદેવની ટિપ્પણીથી ખૂબ જ વ્યથિત થયો છું. આનંદ સાગર સ્વામીની ટિપ્પણી અંગે વિરોધ કરો. હું પ્રાર્થના કરું છું, પ્રણામ કરું છું, અનુરોધ કરું છું. તમે સૌ સંપ્રદાયના સંતો તેમનો વિરોધ કરો. કેટલાકે વિરોધ કર્યો તેને હું વંદન કરું છું. આવું બોલાઇ રહ્યું છે તેનું કારણ છે કે, કેટલાક ચોપડા ચીતરાયા છે આવા, કૃપા કરીને આવા ચોપડાને કાઢો, તે ખોટા ચીતરાઇ ગયા છે.

Tags: gujaratmahadev motarameshbhai oza
Previous Post

બંગાળમાં બબાલ : મમતા વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન બન્યું હિંસક

Next Post

જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો

aaspassdaily

aaspassdaily

Related News

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ
આંતરરાષ્ટ્રીય

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ

June 19, 2026
આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં
આંતરરાષ્ટ્રીય

આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં

June 19, 2026
Next Post
જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો

જે બાળક હજી દુનિયામાં આવ્યું નથી તેનો જ રખડતા ઢોરે જીવ લીધો

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો: શેરમાર્કેટ ખૂલતાંની સાથે જ ધડામ

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો: શેરમાર્કેટ ખૂલતાંની સાથે જ ધડામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.