એક નવી આયાત સમજૂતી હેઠળ રશિયન ડીઝલ લઇને પ્રથમ ટેન્કર અમેરિકા માટે રવાના થઇ ગયું છે તેમ રશિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.આ ટેન્કર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં એ નિવેદનનાં બે સપ્તાહ પછી રવાના કરવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાનાં હુમલા છતાં તેમણે રશિયાનાં પ્રમુખ પુતીન સાથે એક સમજૂતી કરી છે.
રશિયાનાં પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે વધુ માહિતી આપ્યા વગર જણાવ્યું હતું કે પ્રથમ ટેન્કર ગ્રાહકો માટે રવાના થઇ ગયું છે અને નિયમિત પુરવઠો ચાલુ રાખવામાં આવશે. રશિયાનાં નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે આ સપ્તાહની શરૂઆતમાં જણાવ્યું હતું કે પ્રથમ જથ્થામાં ૪૦,૦૦૦ ટન ડીઝલ હશે.
મરીન ઇન્ટેલિજન્સ કંપની કેપ્લરનાં જણાવ્યા અનુસાર જહાજનાં સંકેતોથી ખબર પડે છે કે તે ન્યુયોર્કની તરફ જઇ રહ્યું છે અને સાત નવેમ્બર સુધીમાં ત્યાં પહોંચશે.જુલાઇ ૨૦૨૩ પછી અમેરિકામાં પહોંચનાર આ પ્રથમ રશિયન ડીઝલનો જથ્થો હશે.આ દરમિયાન રશિયન નાગરિક ઉડ્ડયન ઓથોરિટીનાં જણાવ્યા અનુસાર સુરક્ષા કારણોસર મોસ્કોનાં ચાર એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા હતાં.





