આજે તિબેટમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. અહેવાલ પ્રમાણે માત્ર પાંચ કલાકના સમયગાળા દરમિયાન લગભગ ત્રણ વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા પડોશી દેશ ચીનમાં પણ અનુભવાયા હતા. તિબેટના લોકો જેમણે માત્ર બે દિવસ પહેલા જ ભૂકંપનો સામનો કર્યો હતો અને ભારે નુકસાન વેઠ્યા બાદ અત્યારે ફરી ભૂકંપના આંચકા આવતા ભય અને ગભરાટની સ્થિતિમાં છે.
આજે વહેલી સવારે ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે આ ત્રણ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0, 4.6 અને 4.5 ની રહી હતી. આમાંથી સૌથી વધારે ઘાતક ઝટકો 4.6ની તીવ્રતામાં આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર 10 કિલોમીટપ નીચે નોંધાયું હતું. આ ત્રણેય ભૂકંપ ભારતીય સમય પ્રમાણે રાત્રે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે આવ્યાં હતાં.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના આંકડા પ્રમાણે, 4.0ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ રાત્રે 1:08 વાગ્યે નોંધાયો હતો. તેની ઊંડાઈ 15 કિલોમીટર હતી. તે પછી 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો બીજો ભૂકંપ રાત્રે 02:07 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ સાથે 4.5ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ સવારે 05:38 વાગ્યે નોંધાયો હતો. તેની ઊંડાઈ પણ 10 કિલોમીટર હતી. અહીં
વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોવાના કારણે લોકોમાં સતત ભયનો માહોલ છવાયેલો રહે છે.





