• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 27, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ રેલવે સ્ટેશન સામે શિવ માર્કેટમાં ભીષણ આગ, 35થી વધુ દુકાનો સ્વાહા

શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની આશંકા, કરોડો રૂપિયાનું નુકસાન

dharmendravaghela by dharmendravaghela
2026-10-26 12:54:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જમ્મુઃ જમ્મુ રેલવે સ્ટેશન નજીક આવેલા પ્રખ્યાત શિવ માર્કેટમાં રવિવારે મોડી રાત્રે અચાનક ભયાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. જોતજોતામાં આગની જ્વાળાઓએ સમગ્ર બજારને પોતાની લપેટમાં લઈ લીધું હતું. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ ઝડપથી ફેલાઈ ગઈ અને 35થી 40 દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
બનાવની ગંભીરતાને જોતાં સ્થાનિક ભાજપ વિધાયક વિક્રમ રંધાવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શિવ માર્કેટ એ જમ્મુ રેલવે સ્ટેશન નજીકનો એક અતિ મહત્વપૂર્ણ અને વ્યસ્ત વેપારી વિસ્તાર છે. આ માર્કેટમાં મુખ્યત્વે ડ્રાયફ્રૂટ્સ, ગરમ ધાબળા, ખાણી-પીણીના સ્ટોલ અને વિવિધ હોટેલ-ઢાબા આવેલા છે. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે, કોઈ એક દુકાનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના વાહનો પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની દુકાનોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.
વિધાયક વિક્રમ રંધાવાના પ્રાથમિક અંદાજ પ્રમાણે, આ આગમાં લગભગ 35થી 40 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. જોકે, નુકસાનનો સાચો આંકડો અને આર્થિક ઈમ્પેક્ટ આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ કપરા સમયમાં સ્થાનિક વેપારીઓ પણ તંત્રને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ડેપ્યુટી કમિશનર, સાઉથ એસપી, ડીએસપી અને એસએચઓ સહિત સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની આખી ટીમ ઘટનાસ્થળે હાજર છે. આ ઉપરાંત, સિવિલ સોસાયટીના સભ્યો પણ મદદ માટે આગળ આવ્યા છે.

Tags: aag jammu railway station
Previous Post

બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ, 14 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Next Post

રાહુલ ગાંધી 2018ના માનહાનિ કેસમાંનિર્દોષ જાહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન
તાજા સમાચાર

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન

October 27, 2026
બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા
આંતરરાષ્ટ્રીય

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

October 27, 2026
ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ
તાજા સમાચાર

ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ

October 27, 2026
Next Post
રાહુલ ગાંધી 2018ના માનહાનિ કેસમાંનિર્દોષ જાહેર

રાહુલ ગાંધી 2018ના માનહાનિ કેસમાંનિર્દોષ જાહેર

રાંસમાં મોંઘવારી,આર્થિક અસમાનતા સામે ભીષણ રમખાણો: ૭૦,૦૦૦ પોલીસ તૈનાત કરાઈ

રાંસમાં મોંઘવારી,આર્થિક અસમાનતા સામે ભીષણ રમખાણો: ૭૦,૦૦૦ પોલીસ તૈનાત કરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In